શું કહે છે તમારું આજનું ભવિષ્ય ?

04 Jun, 2018

 Aries (મેષ)

પોઝિટિવઃ- ચંદ્ર ગોચર કુંડળીના ધનભાવમાં આવવાથી તમારી માટે શુભ રહેશે. તમને ધનલાભ થઇ શકે છે. મિત્રો અને પરિવારના લોકો પાસેથી આજે તમને સહયોગ મળી શકે છે. અટકાયેલું ધન તમને પાછું મળી શકે છે. આજે તમે બુદ્ધિ અને મીઠી વાણીથી બધા જ લોકોનું હ્રદય જીતી શકો છો. દુશ્મનો ઉપર તમને વિજય પ્રાપ્ત થશે.
નેગેટિવઃ- આજે તમે જિદ્દી રહેશો તો નુકસાન થઇ શકે છે. આજે તમે કોઇ ખોટી વસ્તુની ખરીદારી કરી શકો છો. કોઇ વ્યક્તિ વિશે ખરાબ બોલશો તો પરેશાનીમાં મુકાઇ શકો છો.
શું કરવું અને શું નહીં- બટાકા અને ગોળ મેશ કરીને કોઇ વૃક્ષ નીચે મુકી આવવું.
લવઃ- આજે પાર્ટનર પર નિરાશ ન થવું.
કરિયરઃ- આજે કામમાં વધારો રહેશે.
સ્વાસ્થ્યઃ- સાંધાનો દુખાવો આજે તમને પરેશાન કરી શકે છે.
 
Taurus (વૃષભ)
પોઝિટિવઃ- આજે તમને તમારી પ્રાથમિકતા નક્કી કરવી. આજે તમારે ઘણાં મામલાઓનો ઉકેલ લાવવો પડશે. આજે તમારી જ રાશિમાં ચંદ્ર હોવાથી દિવસભરમાં થોડી ઘટનાઓ અથવા થોડાં કામ એવા થશે જે તમને ફાયદો આપનાર સાબિત થશે. આજે તમને અચાનક ધનલાભ પણ થઇ શકે છે. આજે અટકાયેલું ધન પાછું મળી શકે છે.
નેગેટિવઃ- આજે થોડી વસ્તુઓની ખરીદારી તમારૂ નુકસાન કરાવી શકે છે. સાવધાન રહેવું. પૈસાને લઇને પાર્ટનર સાથે મનમુટાવ થઇ શકે છે. કોઇ સલાહ આપશે, પરંતુ નોકરી અને કામકાજના જીવનમાં દુશ્મન તમને પરેશાન કરાવી શકે છે.
શું કરવું અને શું નહીં - પીપળાના વૃક્ષની પૂજા કરવી.
લવઃ- પાર્ટનરની ભાવનાઓનું સન્માન કરવું.
કરિયરઃ- આજે ખર્ચ અને કામ બંન્ને વધારે રહેવાથી પરેશાન થઇ શકો છો.
સ્વાસ્થ્યઃ- ગળાના રોગ આજે તમને થઇ શકે છે.
 
Gemini (મિથુન)
પોઝિટિવઃ- પાર્ટનર પાસેથી સુખ મળવાના યોગ બની રહ્યા છે. આજે અધિકારી તમારાથી ખુશ પણ રહી શકે છે. આજે તમારી મહત્વકાંક્ષા ચરમ પર રહેશે. બિઝનેસ અથવા કાર્યક્ષેત્ર સાથે સંબંધિત યાત્રા કરવી પડી શકે છે. કોઇ ચિંતાથી આજે તમને મુક્તિ મળી શકે છે. ચંદ્ર ગોચર કુંડળીના બારમાં ભાવમાં હોવાથી દૂર સ્થાનના લોકો સાથે તમારા સંબંધ સારા રહી શકે છે.
નેગેટિવઃ- ઓફિસમાં તણાવપૂર્ણ સ્થિતિ પણ બની શકે છે. નાના-મોટા કાર્યમાં કોઇને કોઇ ભૂલ રહી શકે છે. સાવધાન રહેવું. મહેનતની સાથે વધારે કામ પણ કરવું પડી શકે છે. ચંદ્ર આજે બારમાં ભાવમાં રહેશે. ધન અને બચતનો સ્વામી આજે ખર્ચ ભાવમાં રહેશે.
શું કરવું અને શું નહીં - ઓફિસ કે ઘરનું ફર્નીચર સાફ કરાવવું.
લવઃ- પાર્ટનર પાસેથી વધારે ફાયદો થવાના યોગ છે.
કરિયરઃ- કાર્યક્ષેત્રમાં કામ કરનાર વિપરિત લિંગના વ્યક્તિઓ પાસેથી ફાયદો મળી શકે છે.
સ્વાસ્થ્યઃ- તમારું સ્વાસ્થ્ય સારું રહેશે.
 
 
Cancer (કર્ક)
પોઝિટિવઃ- ગોચર કુંડળીમાં તમારી રાશિ માટે નક્ષત્રોની સ્થિતિ સારી છે. ચંદ્ર લાભ ભાવમાં રહેશે. આજે રોકાણના જે વિકલ્પ અથવા ઉપાય તમારા દિમાગમાં આવશે, તે મહત્વપૂર્ણ સાબિત થઇ શકે છે. તમે જે પણ વિચારશો, તેમાં તમને સફળતા મળી શકે છે. આજે તમે કરેલાં કાર્યોનું પૂર્ણ પરિણામ તમને મળી શકે છે.
નેગેટિવઃ- મન ચંચળ રહેશે. મનની ચંચળતા તમારું કોઇ મોટું નકસાન પણ કરાવી શકે છે. મનમાં મુંજવણ ચાલતી રહેશે. કોઇ મોટો નિર્ણય લેવામાં તમે કન્ફ્યૂઝ રહી શકો છો. તમે જાતે જ નકારાત્મક વિચારોથી લડતાં રહેશો.
શું કરવું અને શું નહીં- ઘર કે ઓફિસની બહાર ખૂણામાં કાળા કપડા ઉપર કોલસો રાખવો.
લવઃ- પાર્ટનર તમારા પ્રત્યે સંવેદનશીલ રહેશે.
કરિયરઃ- કાર્યક્ષેત્રમાં સન્માન પ્રાપ્ત થશે.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહેશે.
 
Leo (સિંહ)
પોઝિટિવઃ- આજે ચંદ્ર ગોચર કુંડળીના દસમાં ભાવમાં રહેશે. આજે તમને ધનલાભ પણ થઇ શકે છે. જે લોકો પાસેથી તમારે પૈસા લેવાના છે, તેમની પાસેથી તમે વસૂલી કરી શકો છો. વિચારેલાં કાર્યોને શરૂ કરવા અને કાર્યોમાં યોજના બનાવીને તેની ઉપર કામ કરવા માટે આજનો દિવસ સારો છે. ઓફિસમાં લેવામાં આવતાં નિર્ણયોથી તમને મોટો ફાયદો થશે.
નેગેટિવઃ- આજે થનારી ઘટનાઓ બિલકુલ અનપેક્ષિત રહી શકે છે. અજાણી ઘટનાઓથી બચવાનો અવસર પણ તમને મળી શકશે. આજે મિત્રો અને આસપાસના લોકો પર ખર્ચ કરવો પડી શકે છે.
શું કરવું અને શું નહીં- પાણીમાં કેસર, ચંદન અને હળદર મિક્ષ કરીને પૈસા રાખવાના સ્થાને તેનો છંટકાવ કરવો.
લવઃ- પ્રેમીજોડા આજે તેમનો દિવસ સુખ અને પ્રેમથી વિતાવશે.
કરિયરઃ- આજે બિઝનેસમાં કોઇ રિસ્ક ન લેવું.
 
Virgo (કન્યા)
પોઝિટિવઃ- આજે અચનાક કોઇ ખુશખબર અથવા આઇડિયા તમને મળી શકે છે. આજે લોકોનું ધ્યાન તમારી ઉપર રહેશે. ચંદ્ર આજે ગોચર કુંડળીમાં કિસ્મતના ઘરમાં રહેશે. નક્ષત્રો આજે તમારા કામ પૂર્ણ થશે. આજે થોડી એવી વાતો અથવા એવી વસ્તુઓ સામે આવી શકે છે જે તમને આવનાક દિવસોમાં મોટો ફાયદો અપાવી શકે છે.
નેગેટિવઃ- જ્યાં સુધી કોઇ તમારી પાસેથી રાહ ન લે, વિના માંગે કોઇ વ્યક્તિને સલાહ આપવી નહીં. નહિતર તમે પરેશાનીમાં મુકાઇ શકો છો. સિંહ રાશિના લોકોએ આજે તેમની વાણી ઉપર સંયમ રાખવો. આજે તમારે સાવધાન રહેવાની જરૂર છે.
શું કરવું અને શું નહીં- ટામેટાનું સૂપ પીવું.
લવઃ- પાર્ટનરની સાથે કોઇ સ્થાને ફરવા જવાનું થઇ શકે છે.
કરિયરઃ- કામમાં મન લાગશે.
સ્વાસ્થ્યઃ- જૂના રોગ દૂર થવાના યોગ છે.
 
Libra (તુલા)
પોઝિટિવઃ- આજે કોઇ સ્થાનેથી તમને રોકાણની સલાહ મળી શકે છે. જૂના રોકાણ પણ આજે તમને ફાયદો થઇ શકે છે. તમને તમારા પ્રયાસોથી પ્રસન્નતા પણ મળશે, શાંતિ પણ મળશે અને કોઇ પુરસ્કાર પણ આજે તમને મળી શકે છે. આજે તમે તમારી પ્લાનિંગ ગુપ્ત રાખશો તો સફળ રહેશો. વિચારેલાં કાર્યો આજે પૂર્ણ થશે.
નેગેટિવઃ- આજે તમે તમારા મનમાં રહેલી નકારાત્મક વાતોમાં ગુંચવાઇ રહેશો. મિત્રો અને ભાઇઓનો સહયોગ આજે તમને મળી શકશે નહીં. જે ભૂલ તમારાથી પહેલાં થઇ ગઇ છે, તેનાથી આજે તમે બચી શકશો નહીં. આજે તમારે સાવધાન રહેવાની જરૂર છે.
શું કરવું અને શું નહીં - ભાત બનાવી તેમાં ઘી અને ખાંડ મિક્ષ કરવા અને 1 વાટકીમાં મંદિરમાં અર્પણ કરવાં.
લવઃ- આજે પાર્ટનર તમારી ભાવનાઓને આહત કરી શકે છે.
કરિયરઃ- અચાનક ધનહાનિના યોગ બની રહ્યા છે.
સ્વાસ્થ્યઃ- પેટનું તકલીફ પરેશાન કરી શકે છે.
 
 
Scorpio (વૃશ્ચિક)
પોઝિટિવઃ- આજે ગોચર કુંડળીમાં ચંદ્ર સાતમાં ભાવનો હોવાથી તમને ડેઇલી રૂટીનના કાર્યોથી ધનલાભ અને ફાયદો થઇ શકે છે. તમને કિસ્મતનો સાથ મળશે. મનમાં રહેલાં સવાલોના જવાબ પણ આજે તમને મળી શકે છે. કન્ફ્યૂઝનની સ્થિતિ દૂર થઇ શકે છે. આજે તમારે કોઇ વાતને લઇને નિરાશ થવાની જરૂરરિયાત નથી.
નેગેટિવઃ- સાવધાન રહો. ખર્ચો પણ થોડો વધશે, કોઇ જૂની દેણદારી પણ સામે આવી શકે છે. મનમાં હળવી બેચેની રહેશે. ઘર અને કાર્યક્ષેત્ર બંન્ને જગ્યાએ પરેશાન કરનાર વાતાવરણ બની શકે છે.
શું કરવું અને શું નહીં - પેન કે દસ્તાવેજો ઉપર મૌલી બાંધવી.
લવઃ- આ રાશિના અવિવાહિત લોકો માટે દિવસ શુભ છે.
કરિયરઃ- આજે કોઇ વાદ-વિવાદ પણ થઇ શકે છે.
પ્રોફેશનઃ- સ્વાસ્થ્ય સામાન્ય રહેશે.
 
Sagittarius (ધન)
પોઝિટિવઃ- પ્રોપર્ટીના કાર્યોથી ધનલાભ થવાના યોગ બની રહ્યા છે. બૈંકિંગ સેક્ટર સાથે જોડાયેલ આ રાશિના લોકો માટે દિવસ સારો રહેશે. આજે તમે પૂર્ણ જોશમાં રહેશો અને સાથે જ તમારી બુદ્ધિનો પણ ઉપયોગ કરશો. આજનો દિવસ તમારી માટે સારો રહેશે. નકારાત્મક વિચારો અને આવા જ વાતાવરણથી દૂર રહેશો.
નેગેટિવઃ- ચંદ્ર આજે જૂના દુશ્મનો સામે સામનો કરાવી શકે છે. આજે તમારી થોડી બેદરકારી વિવાદ પણ પેદા કરાવી શકે છે. ગોચર કુંડળીમાં કિસ્મતનો સ્વામી આજે છઠ્ઠા ભાવમાં રહેશે. આજે તમારે થોડું સાવધાન રહેવું જોઇએ.
શું કરવું અને શું નહીં- પાણી ખરીદીને કોઇ ગરીબને આપવું.
લવઃ- પાર્ટનરના સ્વાસ્થ્ય ઉપર ધ્યાન આપવું.
કરિયરઃ- કાર્યક્ષેત્ર સાથે સંબંધિત કાર્યોમાં ભાગ-દોડથી પરેશાન થઇ શકો છો.
સ્વાસ્થ્યઃ- આજે તમને કમરનો દુખાવો થઇ શકે છે.
 
Capricorn (મકર)
પોઝિટિવઃ- આગળ વધવાના અવસર આજે તમને મળી શકે છે. ગોચર કુંડળીમાં આજે ચંદ્ર પાંચમાં ભાવમાં રહેશે જેના કારણે રોજમર્રાના કાર્યો અને કાર્યક્ષેત્રમાં તમારી પ્લાનિંગ પૂરી થવાના યોગ બની રહ્યા છે. આજે તમને કોઇ રહસ્યની વાત જાણ થઇ શકે છે. નવા કામ અથવા નવા વ્યક્તિની સકારાત્મક અસર તમારા રૂટીન પર પડી શકે છે.
નેગેટિવઃ- રોજમર્રા અને મહત્વપૂર્ણ કાર્યોને પૂરા કરવામાં મહેનત અને ભાગદોડ વધારે કરવી પડશે. તમારા વ્યવારમાં કઠોરતાં લાવવામાં તમારું થોડું નુકસાન પણ થઇ શકે છે. આજે ઘણીવાર શંકાની સ્થિતિ પણ બની શકે છે અને તમે તેમાં ફસાઇ પણ શકો છો.
શું કરવું અને શું નહીં- અંકુરિત ઘઊં ખાવાં.
લવઃ- પાર્ટનરનો મૂડ સારો રહેશે.
કરિયરઃ- વેપારમાં નવા સંબંધો બંધાશે.
સ્વાસ્થ્યઃ- માનસિક અને શારીરિક થાકથી પરેશાન થશો.
 
Aquarius (કુંભ)
પોઝિટિવઃ- સ્થિતિઓમાં મોટાં બદલાવ આવી શકે છે. કાર્યક્ષેત્રમાં સાથે કામ કરનાર લોકોનો સહયોગ મળશે. આજે તમે આગળ વધતાં જશો. આજે તમે જે ચૂનોતીઓનો સામનો કરી રહ્યા હતાં, તેમાં કોઇ નવી વાત તમારી સામે આવી શકે છે. આજે કોઇ ગુપ્ત વાતની પણ તમને જાણ થઇ શકે છે. આજે તમને કોઇ ખાસ વાત શીખવા મળી શકે છે.
નેગેટિવઃ- ચંદ્ર ચોથાભાવમાં રહેશે આ માટે કંઇ નવું કરવાથી તમારે બચવું જોઇએ. માનસિક અસ્થિરતાના કારણે તમારે પરેશાન થવું પડી શકે છે. આજે તમે ભાવનાત્મક દ્રષ્ટિએ નબળાઇ અથવા ખાલીપન જેવું અનુભવ કરી શકો છો. ધનની કમી આજે તમે અનુભવી શકો છો.
શું કરવું અને શું નહીં- નાગરવેલના પાન ઉપર સોપારી રાખીને ગણેશ મંદરિમાં અર્પણ કરવી.
લવઃ- અવિવાહિત લોકોની લવ લાઇફ સારી રહેશે.
કરિયરઃ- આજે કાર્યક્ષેત્રમાં અધિકારીઓ પાસેથી સહયોગ મળશે.
સ્વાસ્થ્યઃ- માનસિક પરેશાનીઓનો સામનો પણ કરવો પડી શકે છે.
 
Pisces (મીન)
પોઝિટિવઃ- ચંદ્ર ગોચર કુંડળીના ત્રીજા ભાવમાં રહેશે. જેના કારણે તમારું પરફોમન્સ સારું રહેશે અને આસપાસના લોકો તમારાથી પ્રભાવિત થશે. આજે તમારી જૂની ચિંતા દૂર થશે. આજે ચંદ્ર ગોચર કુંડળીના પરાક્રમ ભાવમાં બેસીને ભાગ્યભાવમાં જોવા મળશે. આજે તમને કિસ્મતના સહોયગથી થોડો ફાયદો જરૂર થશે.
નેગેટિવઃ- તમારે અચાનક યાત્રા કરવી પડી શકે છે અથવા કરેલું કોઇ કામ ફરી શરૂ કરવું પડી શકે છે. આજે થોડાં નિર્ણયો એવી રીતે થશે જેની તમને જાણ પણ નહીં થાય. પરિવારમાં થોડાં દૂર સંબંધોથી આજે તમે કંટાળી જશો.
શું કરવું અને શું નહીં - કોઇ ગરીબ બાળકને ખાટ્ટી-મીઠી વસ્તુઓ ખવડાવવી.
લવઃ- પાર્ટનર પાસેથી સહયોગ અને ધનલાભ મળી શકે છે.
કરિયરઃ- વેપારમાં કોઇ નાનો અથવા મોટો ફાયદો મળી શકે છે.
સ્વાસ્થ્યઃ- પેટ ખરાબ થઇ શકે છે.