ગોવા જાઓ તો જરૂર ફરજો આ 5 બીચ પર, નહિં તો અંતે થશે પસ્તાવો

07 Nov, 2016

ગોવામાં નાના-મોટા આશરે 40 સમુદ્રી તટ છે. ગોવા શાંતિપ્રિય પર્યટકો અને પ્રકૃતિ પ્રેમિઓ માટે ઉત્તમ સ્થળ છે. સમુદ્ર કાંઠાના કારણે ગોવાની વિશ્વમાં જુદી ઓળખ છે. નારિયેળના ઝાડ અને સમુદ્રના પાણી પર પડતા સૂર્યની રોશનીના મનમોહક દ્રશ્ય ગોવાની ખૂબસૂરતીમાં ચાર ચાંદ લગાવી દે છે. તો જાણી લો ગોવાના આ 5 સર્વશ્રેષ્ઠ બીચ વિશે.

કેવેલોસિમ બીચ
કેવેલોસિમ બીચ સાલ નદીના કિનારે સ્થિત છે. ખેતર અને નારિયેળના વૃક્ષોથી ઘેરાયેલો આ બીચ ખૂબ જ સુંદર છે. કેવેલોસિમ બીચ નરમ સફેદ રેત માટે પણ પ્રસિદ્ધ છે અને અહીં કાળી લાવા પહાડીઓ હોય છે. આ કિનારો ગોવાના અન્ય પ્રસિદ્ધ કિનારામાંથી એક છે.

બાઘા બીચ
ગોવાનો બાઘા બીચ સૌથી લોકપ્રિય પર્યટણ સ્થળમાંથી એક છે. બાગા બીચ પાર્ટી, નાઇટલાઇફ અને સી ફૂડ માટે પણ ઓળખાય છે. તેની આજુબાજુ શ્રેષ્ઠ રેસ્ટોરાં અને હોટલ છે. બાઘા બીચ પોતાની ભૂરી રેત અને પામના વૃક્ષોથી પ્રવાસીઓને આકર્ષે છે. આ બીચ માછલી પકડવા, તડકામાં સૂવા અને પેડલ બોટ માટે પ્રખ્યાત છે.

કેન્ડોલિમ બીચ
કેન્ડોલિમ બીચ ઉત્તરી ગોવામાં સ્થિત છે. કેન્ડોલિમ પણજીથી 12 કિમી.ના અંતર પર સ્થિત છે. આ બીચ ગોવાના સૌથી લાંબા બીચમાંથી એક છે. કેન્ડોલિમ વિસ્તાર ગોવાના સૌથી પ્રસિદ્ધ દરિયાકિનારા કૈલંગૂટ બીચની પાસે સ્થિત છે. કેન્ડોલિમ બીચ શાંતિપૂર્ણ વાતાવરણ માટે ઓળખાય છે.

કૈલંગૂટ બીચ
કૈલંગૂટ બીચ ગોવાના ભીડવાળા બીચમાંથી એક છે. આ બીચ વોટર સ્પોર્ટ્સ અને ડોલફિન માટે પ્રસિદ્ધ છે. ક્રિસમસ અને ન્યૂ યર દરમિયાન કૈલંગૂટ બીચ પર પ્રવાસીઓની ઘણી ભીડ હોય છે. ગોવામાં કૈલંગૂટ બીચને દરિયાકિનારાની રાણીના રૂપમાં ઓળખવામાં આવે છે. દુનિયાના વિવિધ દેશોમાંથી પ્રવાસીઓ કૈલંગૂટ બીચના ડૂબતા સૂર્યના અદભુત દ્રશ્યો જોવા આવે છે.

અગોન્ડા બીચ
એશિયાના સૌથી સુંદર બીચમાં શામેલ અગોન્ડા બીચ શાંત બીચ તરીકે ઓળખાય છે. અગોન્ડા બીચ પર પ્રવાસીઓ શાંતિથી તડકાનો આનંદ લઈ શકે છે. આ બીચ પર અન્ય બીચ કરતા ઓછી ભીડ હોય છે, એટલે આ બીચ એકાંતમાં સમય વિતાવવા ઈચ્છતા લોકો માટે અને અભ્યાસ કરનારા પ્રવાસીઓને આકર્ષિત કરે છે.