પૈસાની બચત કેવી રીતે કરશો- 7 ટીપ્સ

11 Mar, 2015

શું તમારા હાથમાં ખંજવાળ આવે છે. કારણ કે આપણે ત્યાં તેવી માન્યતા છે કે હાથમાં ખંજવાળ આવે એટલે પૈસા જાય. દરેક જણને પૈસાની બચત કરવાની મહેચ્છા હોય છે. પણ તે મહેચ્છા બહુ ઓછા લોકોની ફળે છે. પણ અમારી આ ટીપ્સ વાંચી તમારી પૈસા બચાવાની મહેચ્છા જરૂરથી પુરી થશે. તસ્વીરોના માધ્યમથી જુઓ અને સમજી લો કેવી રીતે રાખશો લક્ષ્મી માતાને ખુશ. પૈસાની બચતના સાત નુસખા અમે તમને આપીએ છીએ જે કરશે તમારા પૈસાની બચત.
 
લિસ્ટ બનાવો
સૈલરી આવે એટલે સૌથી પહેલા બનાવાનું લીસ્ટ, કે શું છે આ મહિનાની જરૂરિયાત.અને તેને ખરીદવા અંદાજીત કેટલા ખર્ચ થશે. બચેલા ધનને ઓટો સ્વીપ અમાઉન્ટમાં લગાવી દો તો બેંક તેનું ઓટોમેટિક ફિક્સ ડિપોજીટ બુક કરી દેશે.
 
રીકરીંગનો લાભ લો
કેટલીય બેંકોમાં રીકરીંગની અનેક સરસ સ્કીમો છે. તો આવી સ્કીમોનો લાભ ઉઠાવો કારણ કે તેમાં વ્યાજ વધુ મળે છે.

કંઇ પણ ખરીદતા પહેલા બે વાર વિચારું
બજાર હોય કે ઇન્ટરનેટ શોપિંગ કંઇ પણ ખરીદતા પહેલા બે વાર વિચારો, શું ખરેખરમાં તમારે આ વસ્તુની જરૂર છે. વધુમાં ખરીદતી વખતે આવનારા ખર્ચાને ખાસ યાદ કરી લો.
 
ઓછામાં ઓછો કેડ્રિટ કાર્ડનો ઉપયોગ કરો
કેડ્રિટ કાર્ડનો ઓછામાં ઓછો ઉપયોગ કરો. કારણ કે તેના લીધા આવનારા મહિનાની સેલરી પર મોટો બર્ડન લાગી જાય છે. વધુ આનાથી તમારા મહિનાના બજેટ પર પણ તેની અસર થશે.

ડેબિટ કાર્ડનો ઓછો ઉપયોગ કરો
મોટાભાગે લોકો ડેબિટ કાર્ડનો બેફામ ઉપયોગ કરતા હોય છે. અને જ્યારે મહિનાની અંતે તે જુએ છે તો એકાઉન્ટમાં ખૂબ જ ઓછા પૈસા બચ્યા હોય છે.
 
ખર્ચનું લિસ્ટ બનાવો
જે પણ તમે ખરીદો, જ્યાં પણ પૈસા વાપરો તે વસ્તુનું લીસ્ટ બનાવો. જેથી તમને ખબર પડશે કે તમે દર મહિને કેટલો નકામો ખર્ચો કરો છો.
 
લગ્ઝરી આઇટમ પર લગામ
લગ્ઝરી આઇટમ લલચામણી તો લાગે પણ પાછળથી આ વસ્તુઓની ખરીદી પર પસ્તાવો થતો હોય છે. તેથી લગ્ઝરી આઇટમ લગામ કસવી જરૂરી છે.