કમ્પ્યુટરના વધુ પડતા વપરાશને કારણે આંખોમાં થાય છે તકલીફ? તો આ રહ્યાં ઉપાયો

08 Jan, 2015

કોઈ પણ સ્ક્રીન પર જ્યારે એકટશે જોયા કરીએ ત્યારે આપણે આંખના પલકારા મારવાનું ચૂકી જતા હોઈએ છીએ જેને કારણે આંખ સૂકી થઈ શકે છે. આંખો સૂકાઈ જવાની તકલીફ અમુક પ્રકારની રોગો થાય ત્યારે તેની દવા ખાવાથી પણ થાય. જેમ કે કોઈ માનસિક રોગ કે ડિપ્રેશનમાં એન્ટિ-હિસ્ટેમાઇન કે એન્ટિ-ડિપ્રેસન્ટ દવાઓથી, કેટલીક બ્લડ-પ્રેશરની દવાઓથી, પાર્કિન્સન્સ ડિસીઝની દવાઓથી કે બર્થ-કન્ટ્રોલ પિલ્સથી પણ ક્યારેક ડ્રાય આઇ થઈ શકે છે. આ ઉપરાંત જે લોકો સ્મોકિંગ કરતા હોય છે તેમને પણ આ પ્રોબ્લેમ થઈ શકે છે, કારણ કે સ્મોકિંગ કરતા લોકોમાં સિગારેટનો સ્મોક આંખની અંદર જાય છે અને આંખને સૂકી બનાવે છે. આ ઉપરાંત કોન્ટેક્ટ લેન્સ સતત પહેરવાથી પણ આ પ્રોબ્લેમ થાય છે. જ્યારે વ્યક્તિ કોન્ટેક્ટ લેન્સ પહેરે છે ત્યારે વ્યક્તિની આંખ સૂકી થાય છે અને આંખ સૂકી હોય ત્યારે કોન્ટેક્ટ લેન્સ પહેરવાથી આંખ વધુ સૂકી થાય છે. આમ આ એક સાઇકલ છે. વળી સૂકા વાતાવરણમાં રહેવાથી જેમ ડ્રાય આઇનો પ્રોબ્લેમ થાય છે એમ નકલી સૂકા વાતાવરણ એટલે કે સતત એર-કન્ડિશન્ડ રૂમમાં રહેવાથી પણ આંખ સૂકી થાય છે. જ્યાં એર-કન્ડિશનર ચાલુ હોય ત્યાં વાતાવરણ સૂકું થઈ જાય છે. આવા ડ્રાય વાતાવરણમાં રહેવાથી આંખ સૂકી થવાની જ છે.’

ઉપાય
  • ટીવી, ટેબ્લેટ, સ્માર્ટફોન અને કમ્પ્યુટર્સ નિયંત્રિત સમય માટે જ વાપરવું
  • સેન્ટ્રલી એર-કન્ડિશન્ડ રૂમમાં રહેવાનું છોડો. જો ઓફિસમાં ફરજિયાત રહેવું પડતું હોય તો ઘરે ખુલ્લા વાતાવરણમાં રહો. જેથી બેલેન્સ જળવાશે
  • કામ કરવા માટે તમે કમ્પ્યુટરનો ઉપયોગ ટાળી શકો નહીં તો શક્ય હોય તેટલા સમય માટે એસીનો ઉપયોગ ટાળવો જોઈએતો ટાળી જ શકાય.
  • જે લોકો સતત 12-18 કલાક કમ્પ્યુટર સામે બેસીને કામ કરે છે તેમણે જાતે આંખ પટપટાવવાની કોશિશ કરવી. એક મિનિટમાં 3-4 વાર પલકારા મારી શકાય એની કાળજી રાખવી.
  • કામ સિવાય મોબાઇલ અને કમ્પ્યુટરની સામે બેઠા ન રહો.
  • જે લોકો સ્મોકિંગ કરે છે તેમની આંખને તો નુકસાન થાય જ છે, પરંતુ તેમની આજુબાજુના લોકોની આંખમાં એ સ્મોક જાય તો તેમની આંખ પણ ડ્રાય થવાની શક્યતા વધે છે. આમ પણ ઓવરઓલ હેલ્થ માટે સ્મોકિંગ છોડી દેવું જ બેસ્ટ છે.
  • જો કોઈ દવાને કારણે આંખ ડ્રાય થઈ હોય તો એ ડોક્ટરો જ સમજી શકે છે. એટલે આંખ ડ્રાય થતી હોય એવું લાગે તો તરત જ ડૉક્ટરનો સંપર્ક કરવો અને તેમની સલાહ મુજબ કરવું.
  • કેમિસ્ટ પાસેથી પ્રિસ્ક્રિપ્શન વગરનાં ડ્રૉપ્સ લેવાં હાનિકારક સાબિત થઈ શકે છે.