તમારા ભાઈને તમારી રાશિને અનુરૂપ રાખડી બાંધશો તો તે ખૂબ જ શુભ રહેશે.

24 Aug, 2018

26મી ઓગસ્ટ એટલે કે રવિવારે આવનારા રક્ષાબંધનનાં તહેવાર માટેની તૈયારીઓ જોરશોરમાં ચાલી રહી છે અને બહેનો પોતાનાં ભાઈની મંગળકામના સાથે રાખડીની ખરીદીમાં વ્યસ્ત હશે. ત્યારે, જો તમે તમારા ભાઈને તમારી રાશિને અનુરૂપ રાખડી બાંધશો તો તે ખૂબ જ શુભ રહેશે.

જ્યોતિષશાસ્ત્ર અનુસાર, ચાર વર્ષ બાદ આવો સંયોગ બની રહ્યો છે કે જ્યારે રક્ષાબંધનનાં દિવસે ભદ્રા યોગ નથી. ભદ્રા આ વખતે રક્ષાબંધનનાં એક દિવસ પહેલાં જ પૂર્ણ થઈ જશે. એવામાં જો બહેન પોતાની રાશિ માટે શુભ હોય તેવા રંગની રાખડી ભાઈને બાંધશે તો તે ભાઈ માટે શુભ ગણાશે. તો જાણી લો તમારી રાશિ અનુસાર કયો રંગ છે શુભ.

મેષ: આ રાશિની બહેનોએ ભાઈને લાલ રંગની રાખડી બાંધવી.

વૃષભ: આ રાશિની બહેનોએ ભાઈને ભૂરા રંગની રાખડી બાંધવી.

મિથુન: આ રાશિની બહેનોએ પોતાનાં ભાઈને પીળાં રંગની રાખડી બાંધવી.

કર્ક: આ રાશિની બહેનોએ પોતાનાં ભાઈને પીળા રંગની રાખડી બાંધવી.

સિંહ: આ રાશિની બહેનોએ ભાઈનાં હાથે ગોલ્ડન અથવા પીળો રંગ ધરાવતી રાખડી બાંધવી.

કન્યા: કન્યા રાશિની બહેનોએ લીલા રંગની રાખડી બાંધવી.

તુલા: તુલા રાશિની બહેનોએ ભાઈને સફેદ અથવા ક્રીમ કલરની રાખડી બાંધવી.

વૃશ્ચિક: આ રાશિની બહેનોએ ભાઈને લાલ રાખડી બાંધવી.

ધન: ધન રાશિની બહેનો માટે ભાઈને ચંદનની રાખડી અથવા રેશમી રંગની રાખડી બાંધવી શુભ ગણાશે.

મકર: આ રાશિની બહેનોએ ડાર્ક કલર્સ જેમ કે ડાર્ક બ્લૂ કલરની રાખડી બાંધવી.

કુંભ: આ રાશિની બહેનોએ ભાઈને રુદ્રાક્ષની રાખડી બાંધવી.

મીન: મીન રાશિનાં જાતકો માટે પીળો રંગ શુભ મનાય છે, આથી મીન રાશિની બહેનો જો ભાઈને ગોલ્ડન યલો કલરની રાખડી બાંધશે તો તેનાંથી શુભ ફળ મળશે.