ગુજરાતીઓ આ એક કોમન બીમારી થી પીડાય છે જેનાથી બેડરૂમ લાઈફ થઇ જાય છે નિરશ

14 Jul, 2018

 ડાયાબિટિઝ તમારી હેલ્થ ખરાબ કરવાની સાથે સાથે તમારા બેડરુમ પ્લેઝર પર પણ ખરાબ અસર કરી શકે છે. ડાયાબિટિઝથી પીડિત પુરુષને ઇરેક્ટાઈલ ડિસ્ફંક્શન એટલે કે શિશ્નોત્થાનની સમસ્યા થઈ શકે છે. જેના કારણે તેઓ યોગ્ય રીતે શારીરિક સંબંધ બનાવી શકતા નથી.

શિશ્નોત્થાન એવી સમસ્યા છે જેના કારણે પુરુષનો પ્રાઈવેટ પાર્ટ સંભોગ દરમિયાન યોગ્ય રીતે ઉત્તેજીત થઈ શકતો નથી જેના કારણે પેનિટ્રેશન થઈ શકતું નથી. ડાયાબિટિઝના 225 દર્દીઓ પર સ્ટડી કરવામાં આવ્યો છે. જે પૈકી જોવામાં આવ્યું કે 78.7 ટકા દર્દીઓ શિશ્નોત્થાનની સમસ્યાથી પીડાય છે. ડાયાબિટિઝની બીમારી વધવાથી આ સમસ્યા વધુ ગંભીર બની જાય છે. જાણીતી ઈન્ટરનેશનલ મેડિકલ જર્નલમાં આ સ્ટડીને જાહેર કરવામાં આવ્યો છે.

જેમને ટાઇપ-2 ડાયાબિટિઝ છે તેમનામાં આ સમસ્યા વધુ જોવા મળે છે. તેમાં પણ ડાયાબિટિઝ જેટલુ જૂનું તેટલી શિશ્નોત્થાનની સમસ્યા વધુ હોવાનું જાણવા મળ્યું હતું.’

જે લોકોને 6-10 વર્ષથી ડાયાબિટિઝ હતું તેમનામાં શિશ્નોત્થાનની સમસ્યા વધુ ગંભીર જોવા મળી હતી. આવા દર્દીઓ પૈકી 83 ટકા લોકો આ સમસ્યાથી પીડિતા હતા. તેમજ જેઓ ડાયાબિટિઝથી 10 વર્ષ કરતા વધુ સમયથી પીડાતા હતા તેમના માટે તો સમસ્યા વધુ ખરાબ હતી. આ અભ્યાસ દરમિયાન શિશ્નોત્થાનની સમસ્યાની ઓળખ માટે પાંચ અલગ અલગ પદ્ધતીઓ અપનાવવામાં આવી હતી.