આ કારણોથી થયા હતા અર્જુન રામપાલ અને અરબાઝ ખાનના પોતાની પત્નીઓથી છુટાછેડા

11 Jul, 2018

 હાલના વર્ષોમાં બોલીવુડની ઘણી પોપ્યુલર જોડીઓ એકબીજાથી અલગ થઇ ગઇ. કોઇએ પણ છુટાછેડાનું કોઇ સ્પષ્ટ કારણ નથી બતાવ્યું પરંતુ દુનિયા માટે ડિવોર્સ ગોલ્સ સેટ કરતા બોલીવુડના આ સ્ટાર્સ પોતાના બાળકો માટે હંમેશા સાથે આવે છે. હવે બોલીવુડના બે જાણીતા કપલ્સના ડિવોર્સનું ખાસ કારણ સામે આવ્યું છે.

 

 

અરબાઝની ખોટી ટેવોથી પરેશાન મલાઇકા
 
 

અરબાઝ ખાન અને મલાઇકા અરોડા ૨૦૧૬માં અલગ થઇ ગઇ હતી. છુટાછેડા પછી પણ આ બંને ઘણા ફેમીલી ફંકશનમાં એક સાથો જોવા મળ્યા. તે સમયે બંનેએ છુટાછેડાના ઘણા કારણો સામે આવ્યા હતા પરંતુ સાચુ કારણ પર બંનેએ મૌન ધારણ કર્યું હતું. ત્યારના બધા રીપોર્ટસનું માનીએ તો છુટાછેડા માટે કયારેક અરબાઝ ખાન તો કયારેક મલાઇકા અરોડાના અફેરને જવાબદાર માનવામાં આવતું હતું. કયારેક કહેવામાં આવે છે કે અરબાઝનું અફેર ગોવાની એક મોડલની સાથે ચાલી રહયું છે તો કયારેક મલાઇકાનો સંબંધ અર્જુન કપુરની સાથે જોડવામાં આવતો હતો. જો કે હવે આ તસવીરનો બીજું રૂપ સામે આવ્યું છે. તાજા સમાચારોનું માનીએ તો અરબાઝ ખાન અને મલાઇકા અરોડાના ડિવોર્સ કોઇ અફેરને કારણે નહીં, પરંતુ અરબાઝના સટ્ટાના ટેવને કારણે થયું હતું. હાલમાં જ આઇપીએલ મેચમાં સટ્ટેબાજીના માણસની ધરપકડ કરી હતી તેમાં તેને સલમાન ખાનના ભાઇ અરબાઝ ખાનનું નામ પણ સામે આવ્યું હતું.

સુજૈન ખાનને કારણે નથી થયો અર્જુનના છુટાછેડા

 

 

અર્જુન રામપાલ અને ઋત્વિક રોશન ઘણા સારા દોસ્ત હતા. ઋત્વિક રોશન અને સુજૈન ખાનના ડિવોર્સને કારણે અર્જુન રામપાલને જવાબદાર ઠેરવવામાં આવ્યો હતો. હવે મોડલ-એકટર અર્જુન રામપાલ અને તેની પત્ની મેહર જેસિયાએ પાછલા મહિને છુટાછેડા લઇને પોતાના ૧૯ વર્ષના સંબંધને પુરો કરી નાખ્યો છે. એવામાં લોકો ફરીથી અંદાજ લગાવે છે કે કદાચ આ સુજૈન ખાન અને અર્જુન રામપાલના અફેરને કારણે તે થયું. પરંતુ બોલીવુડના સમાચારોની માનીએ તો આજકાલ અર્જુન રામપાલ અને એકટ્રેસ ડાન્સર નતાશા સ્ટૈનકોવિકની વચ્ચે નજીદીકયાં વધવા લાગી છે.

 

 

સર્બિયન ડાન્સ નતાશા અર્જુનની ફિલ્મો સત્યાગ્રહ અને ડેડીમાં પોતાના ડાન્સના જલવા દેખાડી ચુકી છે. બિગ બોસ ૮ ની કન્ટેસ્ટેંટ રહી ચુકેલી નતાશા બાદશાહના ગીત ડીજેવાલે બાબુથી પણ લોકોના દિલો પર રાજ કરી ચુકી છે. જો કે આ મામલામાં હજુ સુધી અર્જુન રામપાલ, નતાશા સ્ટૈનકોવિક, ઋત્વિક રોશન, સુજૈન ખાન કે મેહર જૈસિયાએ કંઇ પણ કહયું નથી.

કારણ જે પણ હોય પરંતુ પોતાના બાળકોની ખુશી માટે આ ત્રણેય કપલ્સ (અરબાઝ ખાન-મલાઇકા અરોડા, ઋત્વિક રોશન-સુજૈન ખાન, અર્જુન રામપાલ-મેહર જેસિયા) હંમેશા સાથમાં નજ આવે છે.