ખરાબ રીતે ટચ કરવા પર ૪ અભિનેત્રી મારી ચુકી પોતાના જ હીરોને થપ્પડ, જુઓ લીસ્ટ

26 Mar, 2018

આપણે હંમેશા બોલીવુડ અભિનેત્રીઓ સાથે છેડછાડની ખબર સાંભળી છે, પરંતુ ઘણા ઓછા બનાવ એવા બને છે જેમાં અભિનેત્રીઓ મોં તોડ જવાબ આપતી દેખાય છે. તો આજે અમે તમને બોલીવુડની તે ૪ અભિનેત્રીઓ વિશે જણાવીશું જેમાં તેમણે પોતાની સાથે થયેલા ખરાબ વર્તનનો જોરદાર જવાબ આપ્યો છે. તેઓને ખોટી રીતે ટચ કરવા પર પોતાના જ હીરોને થપ્પડ મારી દીધી હતી.

રાધિકા આપ્ટે
 

બોલીવુડમાં પોતાના બફાટ નિવેદન અને પોતાના બોલ્ડ સિનને કારણે જાણીતી રાધિકાની કોઇ ફિલ્મની શુટીંગ દરમ્યાન પોતાના જ હીરોને થપ્પડ મારી દીધી હતી. જાણવા મળ્યા મુજબ સાઉથના એક એકટરે શુટીંગ દરમ્યાન તેના પોતાના પગને ટચ કરવા લાગ્યો હતો અને તેને આ સહી ન લાગ્યું તો રાધિકાએ તેને થપ્પડ મારી દીધી હતી.

 

 

સ્કારલેટ વિલ્સન

 

 

તમે બધાએ સ્કાલેટને ફિલ્મ બાહુબલીના એક ગીતમાં જોઇ હશે. જણાવી દઇએ કે એક ફિલ્મની શુટીંગ દરમ્યાન એક શખ્સ લગાતાર ખોટી હરકત કરી રહયો હતો. ઘણા સમય સુધી સ્કારલેટ સહન કરતી રહી પરંતુ જયારે તે ગીતનું શુટીંગ કરી રહી હતી ત્યારે તે શખ્સ તેના ખરાબ કમેન્ટ કરી રહયો હતો અને તેને ગંદી નજરોથી જોઇ રહયો હતો જે પછી સ્કારલેટે તે શખ્સને થપ્પડ ઝીંકી દીધી હતી.

રવીના ટંડન

 

 

રવિનાને કોણ નથી ઓળખતો. તમને જણાવી દઇએ કે ગયા વર્ષે બનેલી માતર ફિલ્મ દરમ્યાન રવિના ટંડને પોતાના સહ અભિનેતાને એક નહીં પરંતુ ત્રણ થપ્પડ મારી. પરંતુ પછી ખબર પડી કે આ એક શુટીંગનો ભાગ હતો. જેને ત્રણ વખતમાં પુરો કર્યો.

 

 

ગીતિકા

 

 

તમારી જાણકારી માટે જણાવી દઇએ કે ગીતિકા બોલીવુડની નવી એકટ્રેસ છે. તમે બધાએ તેને ફિલ્મ વન બાય ટુમાં જોઇ હશે. જણાવી દઇએ કે બોલીવુડ નિર્માતા સુભાષકપુરને થપ્પડ મારી દીધી હતી. જી હાં, દોસ્તો જણાવી દઇએ કે સુભાષ અને ગીતિકા કોઇ કાર્યક્રમમાં પહોંચતા હતા અને આ દરમ્યાન સુભાષને ગીતિકાને જબરદસ્તી ટચ કરવાની કોશિષ કરી જે પછી ગીતિકાએ ગુસ્સામાં તેને થપ્પડ મારી દીધી હતી. જો કે પછી અભિનેત્રીએ નિર્માતાથી માફી માંગી લીધી હતી.