ઓપરેશન ગુફા : ભારત વિના સરળ ન હતું બાળકોને કાઢવાનું, થાઇલેન્ડના પીએમએ કહયું, ધન્યવાદ

11 Jul, 2018

દુનિયાની સોથી દુર્ગમ ગુફામાં ફસાયેલા જુનીયર ફુટબોલ ટીમના બાળકો અને તેના કોચ સહિત ૧૩ લોકોને કાઢવા એટલું સરળ ન હતું. પરંતુ ભારત સરકારના ખાસ યોગદાનને કારણે આ ઓપરેશન પુરુ થયું.

આ માટે થાઇલેન્ડના પ્રધાનમંત્રીએ ભારતને ખાસ રીતે ધન્યવાદ કરીને કહયુ કે અમે ભારતીયોના પ્રતિ આભારી છે. હકીકતમાં થામલુઆમ ગુફામાં ફસાયેલા બાળકો અને તેના રપ વર્ષીય કોચ ઇકાપોલ ચાનથ્વાંગને કાઢવા માટે થાઇલેન્ડ સરકારે ભારત સરકાર પાસે પણ સમર્થન માંગ્યું હતું. ત્યાર પછી ભારતથી હૈવી કેબીએસ ફલડપંપ મોકલવામાં આવ્યું. જેનાથી ગુફામાં પાણીનું સ્તર ઘટાડવામાં આવ્યું હતું.
 
 

 

રવિવારથી તેની અસર દેખાઇ અને પહેલી ખેપમાં ચાર બાળકો ગુફાથી બહાર કાઢવામાં આવ્યા. ગોતાખોર જુનીયર ફુટબોલના ખેલાડીઓ સહિત કોચને ગુફાની બહાર કાઢવામાં સફળ થયા. ભારત સરકારના આદેશ પર કેબીએસનો હૈવી ફલડપંપ મહારાષ્ટ્રના સાંગલી જીલ્લા સ્થિત કિર્લોસ્કર સમુહની કંપનીથી મોકલવામાં આવ્યો હતો. કિર્લોસ્કર કંપનીએ ડિઝાઇનર હેડ પ્રસાદ કુલકર્ણી ગયા શુક્રવારેની રાત્રે હૈવી ફલડપંપ લઇને થાઇલેન્ડ રવાના થયા હતા.

પ્રસાદ કુલકર્ણીના ભાઇ કિશોર કુલકર્ણીએ વાતચીતમાં જણાવ્યું કે ગુફામાં ભરાયેલા પાણીને કાઢવા માટે હૈવી પંપની જરૂરત હતી. ભારત સરકાર તરફથી આદેશ આપવામાં આવ્યો હતો કે મોટામાં મોટો પંપ લઇને પંપ ટેકનીકલ વિશેષજ્ઞને થાઇલેન્ડમાં મોકલવામાં આવે.

 

 

ત્યારપછી કિર્લોસ્કર પ્રબંધનના પ્રસાદ કુલકર્ણીને હૈવી ફલડપંપ લઇને શુક્રવારને વિશેષ વિમાનથી થાઇલેન્ડ મોકલવામાં આવ્યા. આ હૈવી ફલડપંપ દ્વારા ગુફાથી પાણી કાઢવાનું કામ શરૂ કરવામાં આવ્યું. જેથી રવિવારના બાળકોને કાઢવામાં ગોતાખોરો અને બચાવ દળને મદદ મળી અને સફળ ઓપરેશન શરૂ થઇ શકયું.