સલમાન ખાન અને તેના ભાઇ અરબાઝની વચ્ચે આ વાતને લઇને થયો વિવાદ, કારણ છે એકદમ ગંભીર

11 Sep, 2018

ઇન્ડસ્ટ્રીઝના ભાઇજાન સલમાન ખાન એક ફૈમિલી મેન છે તેમાં કોઇ શંકા નથી. પોતાના પરિવારનું સલમાન ઘણો ખ્યાલ રાખે છે આમ છતાં તેના ભાઇ અરબાઝ ખાનની સાથે એક નાની વાત પર ઝઘડો થયો. જો તમે અરબાઝ અને સલમાનની વચ્ચેના અણબનાવનું કારણ અરબાઝની કથિત ગર્લફ્રેન્ડ જોર્જિયા માની રહયો છો તો કારણ તે નથી બીજું કંઇક જ છે. હકીકતમાં સલમાન અને તેના ભાઇની વચ્ચે અણબનાવ આવનારી ફિલ્મ દબંગ ૩ના કારણે થઇ છે. અહીં જાણો સલમાન અને તેના ભાઇની વચ્ચે દબંગની ત્રીજી સિકવલને લઇને આટલુ ઘમાસણ કેમ થઇ રહયું છે. માલુમ થાય કે આ ફિલ્મમાં છેલ્લા બે પાર્ટના પ્રોડકશનનું કામ અરબાઝે જ સંભાળ્યું હતું.

સલમાન અને અરબાઝની વચ્ચે જે વિવાદ અને અણબનાવ ચાલી રહયું છે તે આ વાતને લઇને દબંગ-૩ને પ્રોડકશનનું કામ કોણ સંભાળશે. મિડ ડેની એક રીપોર્ટ અનુસાર સલમાન ખાન સ્ટારર આ ફિલ્મના પ્રોડકશનનું કામ તેના જ બેનર સલમાન ખાન ફિલમ્સ ઉઠાવવા ઇચ્છે છે. ત્યાં ફિલ્મની છેલ્લી બંને સીકવલનું પ્રોડકશન અરબાઝ ખાનના પ્રોડકશન હાઉસ હેઠળ થયું છે. અરબાઝના પ્રોડકશનમાં ફિલ્મના બંને જ પાર્ટ બોકસ ઓફિસ પર ઘણા સકસેસફુલ થયા હતા. સલમાનના એક સોર્સ અનુસાર સલમાન અને અરબાઝ આ વિશે અત્યારે વાત નથી કરી શકતા કેમ કે સલમાન અત્યારે પોતાની ફિલ્મ ભારતની શુટીંગ વ્યસ્ત છે.
 

૨૦૨૦માં થઇ શકે રીલીઝ

ફિલ્મનું પ્રોડકશનના કામને લઇને હજુ પણ કંઇ નકકી નથી. ત્યાં તેના નિર્દેશનની જવાબદારી પ્રભુદેવા પુરી રીતે લેવા માટે તૈયાર છે. સલમાનની ફિલ્મ દબંગની પહેલી સિકવલનું ડાયરેકશન અરબાઝે કર્યું હતું પરંતુ આ વખતે તે કામ પ્રભુદેવા સંભાળી રહયા છે. કહેવામાં આવી રહયું છે કે આ અઠવાડિયે તે વાત નકકી થઇ જશે કે પ્રોડકશનનું કામ સલમાનની જવાબદારીમાં આવશે કે પછી અરબાઝના. એ પણ વાત સામે આવી રહી છે કે જો પ્રોડકશનની જોડાયેલી વાત સોલ્વ નહી થાય તો દબંગ ૩ની રીલીઝ વધુ એક વર્ષ આગળ વધારવામાં આવશે. પહેલા દબંગ ૩ને ર૦૧૯માં રીલીઝ કરવાની વાત હતી પરંતુ થઇ શકે તે થિયેટર્સ સુધી આવવામાં ૨૦૨૦ લાગી શકે છે.