ટ્રાન્સફર થતા જ એક સાથે પ્રેગ્નેન્ટ થઇ ગઇ ૮૨ મહિલા ટીચર, સત્ય જાણીને ઉડી ગયા પ્રશાસનના હોંશ

21 Jul, 2018

 તમે બાળકોને સ્કુલે ન જવા માટે ઘણા બહાના સાંભળ્યા હશે, પરંતુ કયારેય શિક્ષક સ્કુલ ન જવા માટે બહાના આપે તો તે ઘણો આશ્ર્ચર્યજનક છે અને બહાનુ જો એક સાથે ગર્ભવતી હોવાનું હોય તો કદાચ જ કોઇએ કયાંય સાંભળ્યું હોય.

જી હાં, ઉત્તરપ્રદેશના બરેલી ક્ષેત્રમાં ટ્રાન્સર થઇને આવેલી ૮૨ શિક્ષિકાએ એક સાથે ગર્ભવતી થઇ ગઇ. ચોંકો નહીં કેમ કે આ અમે નહીં પરંતુ શિક્ષિકાઓ પોતે જ કહે છે.
 

હાલમાં જ ૪૧૦ શિક્ષિકાઓને બરેલીમાં ટ્રાન્સફર થઇ ગયા છે. આ શિક્ષિકાઓ શહેરથી જોડાયેલા સ્કુલોમાં નિયુકિત ઇચ્છતી હ તી. જેના માટે ૪૧૦માંથી ૮૨ શિક્ષિકાઓએ એક સાથે ગર્ભવતી હોવાનું બહાનુ આપી દીધું છે. આ બહાનું આજકાલ નંબર ૧ પર ચાલી રહયું છે.

૪૧૦ મહિલા અને પ પુરૂષ શિક્ષકનો થયું ટ્રાન્સફર

બરેલીમાં થયેલા ટ્રાન્સફરમાં ૪૧૦ મહિલા અને ૫ પુરૂષ શિક્ષક સામેલ છે. કાઉન્સલીંગ પછી જ બધા શિક્ષકોને સ્કુલ ફાળવવામાં આવી હતી. સરકારી નિયમો મુજબ આ શિક્ષકોની નિયુકિત પણ દુરસ્થ ખાલી પડેલી સ્કુલોમાં કરવામાં આવી. પરંતુ દુરની સ્કુલમાં હાજર આ શિક્ષકો પોતાની નજીકની સ્કુલોમાં પોતાની નિયુકિત ઇચ્છતા હતા. આ નજીકની સ્કુલની નિયુકિત માટે શિક્ષકોમાં યુદ્ધ છેડાઇ ગયું.

આ સ્કબુલ બદલવાનો સંબંધમાં હજુ સુધી લગભગ ૨૫૦ આવેદન બીએસઇ ઓફીસમાં આવી ચુકયા છે. સ્કુલ બદલાવ માટે શિક્ષિકાઓએ અલગ અલગ કારણ બતાવ્યા છે. જેમાં સૌથી વધુ શિક્ષિકાઓના ગર્ભવતી હોવાનું કારણ બતાવ્યું છે બદલાવ માટે આ કારણ દેવામાં ૮૨ શિક્ષિકાઓ સામેલ છે. તેમને નજીકની સ્કુલોમાં ફાળવણી માંગી છે. બીએસઇ પોતે પણ આવેદનો જોઇને ચોંકી ગયા છે.