તારક મહેતા...ના પોપટલાલ કરશે આ યુવતી સાથે લગ્ન, જાણો કોણ બનશે તેની ધર્મપત્ની

22 Aug, 2018

 જાણીતા કૉમેડી શૉ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં મોટો ટ્વિસ્ટ આવવાનો છે. સૌના માનીતા પોપટલાલનાં લગ્ન થવાનાં છે. જો કે પોપટલાલનાં લગ્ન કોઇ માણસ સાથે નહી પરંતુ ભૂતણી સાથે થશે. પોપટલાલને ભૂતોથી ઘણો જ ડર લાગે છે. આવામાં તેમને કોઇએ કહ્યું કે ભૂત ફક્ત કુંવારા પુરૂષો પર હુમલો કરે છે. આ વાત જાણીને તેમની રાતોની ઊંઘ ઉડી ગઈ હતી.

આવનારા એપિસોડમાં દર્શાવવામાં આવશે કે પોપટલાલનાં બળજબરીપૂર્વક ભૂતણી સાથે લગ્ન કરાવવામાં આવે છે. ડરામણી સ્ત્રી પોપટલાલ સામે લગ્નનો પ્રસ્તાવ રાખશે. પોપટલાલ ભાગવાની કોશિશ કરશે, પરંતુ ભૂતણી માનશે નહી અને જબરદસ્તીથી પોપટલાલ સાથે લગ્ન કરવાનો પ્રયત્ન કરશે. ત્યારબાદ તેઓ ગોકુળધામનાં પોતાના દોસ્તો પાસે મદદ માંગશે.

હવે આગળ એ જોવું મજેદાર રહેશે કે પોપટલાલને ભૂતણી સાથે લગ્ન કરતા ગોકુળધામનાં લોકો રોકી શકશે કે નહી.