મોટો થઇને શું બનશે છોટે નવાબ તૈમૂર? કરીનાએ આપ્યો આવો જવાબ

21 Aug, 2018

સૈફ અલી ખાન અને કરીના કપૂરનો લાડલા દીકરા તૈમૂરના દેશમાં સારા એવા ફેન ફોલોવિંગ થઇ ગયા છે. તૈમૂર માટે તમામ અપડેટ જાણવા માટે એના પ્રશંસકોને ખૂબ જ રસ હોય છે.
હજુ તો તૈમૂરે ચાલવાનું જ શરૂ કર્યું છે ને પ્રશંસકોએ એના કરિયર માટે અંદાજો લગાવવાનું શરૂ કરી દીધું છે. તૈમૂર મોટો થઇને શું બનશે, પ્રશંસકોની વચ્ચે આ પ્રશ્નની ચર્ચા છે.


જ્યારે કરીના કપૂરને આ પ્રશ્ન કરવામાં આવ્યો તો એને કહ્યું, 'મારો દીકરો અભિનેતા બનશે કે સ્પોર્ટસમેન, કોણે ખબર. શું ખબર એ શેફ બનવા ઇચ્છતો હોય? એ કંઇ પણ બનવા માંગે, હું અને સૈફ એને પૂરો સપોર્ટ કરીશું.'
એક ઇન્ટરવ્યુમાં કરીનાએ કહ્યું, 'બાળકોને એમના મન પ્રમાણે કરિયર પસંદ કરવા માટે માતા પિતાનો સપોર્ટ મળવો ખૂબ જરૂરી છે.'
જો કે હવે એ તો સમય આવવા પર ખબર પડશે કે મોટો થઇન તૈમૂર શું બનશે.