તારક મહેતાની આખી ટીમે ડો. હાથીને આપી એવી શ્રદ્ધાંજલી, જે જોઇને તમારી આંખો પણ ભીંજાઇ જશે

12 Jul, 2018

 9 જુલાઈના રોજ તારક મહેતા કા ઉલટા ચશ્માના કલાકાર ડો.હાથી એટલે કે કવિ કુમાર આઝાદે છેલ્લા શ્વાસ લીધા હતા. તેમના નિધનથી ટીવી જગતમાં શોક પ્રસરી ગયો હતો. તેમના અંતિમ દર્શન સમયે આખી ટીમે તેમને ભીની આંખે વિદાય આપી હતી. ત્યારે હવે શોના પ્રોડ્યુસર અસિત કુમાર મોદીએ આખી ટીમ તરફથી ડોક્ટર હંસરાજ હાથીને ભાવુક શ્રદ્ધાંજલિ આપી છે. પ્રોડ્યુસર અસિત મોદીએ વીડિયો શેર કરીને તેમને યાદ કર્યા છે.

 

 

આ વીડિયો ગોકુલધા સોસાયટી નામના ઈન્સ્ટાગ્રામ પેજ પર શેર કરાયો છે. જેમાં અસિત કુમાર મોદીએ કવિ કુમારના વખાણ કર્યાં છે. તેઓ વીડિયોમાં કહી રહ્યા છે કે, ફુલ કરમાય છે, પણ તેની સુગંધ હંમેશા રહી જાય છે. કવિ કુમાર આપણા દિલમાં હમેશા રહેશે. તેઓ એક શાનદાર કલાકાર હતા. તેઓ બહુ પોઝિટીવ હતા, અને બધાને હસાવતા રહેતા હતા. તેમના જવાથી જો અમે ઉદાસ રહીશું, તો અમને દુખ પહોંચશે. તેથી અમે તેમને શ્રદ્ધાંજલિ નહિ, પણ હાસ્યાંજલિ અર્પિત કરીએ છીએ.

કવિ કુમારના નિધન બાદ સોશિયલ મીડિયા પર મોટી સંખ્યામાં લોકોએ તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. તો જેઠાલાલ, દયાબેન અને ટપુએ તેમને ભાવુક શ્રદ્ધાંજલિ આપી હતી. જે વાંચીને કોઈની પણ આંખ ભિંજાઈ જાય.


 

જે દિવસે કવિ કુમારનું મૃત્યુ થયું, તે દિવસે સવારથી જ તેમની તબિયત નાદુરસ્ત હતી, અને તેમણે ફોન કરીને પ્રોડ્યુસર આસિત મોદીને કહ્યું હતું કે, આજે તેમની તબિયત ખરાબ હોવાથી તેઓ શુટિંગ પર નહિ આવી શકે.