તારક મહેતા...ના ડો. હાથિની અંતિમયાત્રા,

10 Jul, 2018

 તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના ડોકટર હંસરાજ હાથી બનેલા કવિકુમાર આઝાદના અંતિમ સંસ્કાર આજે બપોરે મીરા રોડ સ્મશાન ભૂમિમાં થશે. કવિકુમાર આનંદનું નિધન સોમવારના હાર્ટએટેકના કારણે થયું હતું. તારક મહેતાકા ઉલ્ટા ચશ્માના આ વ્હાલા એકટરને ઘર પર હાર્ટ એટેક આવ્યો હતો અને જયારે તે મીરા રોડ સ્થિત વોકહાર્ટ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા ત્યારે તેનું મૃત્યુ થઇ ચુકયું હતું. કવિકુમાર આઝાદના લગ્ન થયા ન હતા. અને તે પોતાના મમ્મી, પપ્પા, બહેન અને ભાઇની સાથે રહેતા હતા. ૪૫ વર્ષીય કવિકુમારનો જન્મ ૧૯૭૩માં બિહાર થયો હતો.