'તારક મહેતા' ફૅમ ડૉ. હાથીનું હાર્ટ-અટેકથી નિધન

09 Jul, 2018

 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં ડૉક્ટર હાથીનું પાત્ર ભજવતા 45 વર્ષીય કવિ કુમાર આઝાદનું દુઃખદ નિધન થયું છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, આઝાદ કવિએ કારમાં 8 જુલાઈના રોજ મિત્ર સાથે ડ્રિન્ક કર્યું હતું અને પછી ઘરે આવી ગયા હતાં. બીજા દિવસે એટલે કે 9 જુલાઈના રોજ સવારે તેમની તબિયત સારી નહોતી અને તેમણે અસિત મોદીને ફોન કરીને શૂટ પર નહીં આવે તેમ કહ્યું હતું. ત્યારબાદ પરિવાર તેમને મીરા રોડ પર આવેલી વોકહાર્ટ હોસ્પિટલમાં લઈને ગયા હતાં. જ્યાં ડોક્ટર્સે હાર્ટ એટેકને કારણે નિધન થયું હોવાનું કહીને તેમને મૃત જાહેર કર્યાં હતાં.

 

 

સિરિયલનો ડ્રાઇવર સવારે 10 વાગ્યે તેમને શૂટિંગમાં લઈ જવા ઘરે પહોંચ્યો હતો. પરંતુ તેમણે તબિયત સારી ન હોવાના કારણે થોડીવાર આરામ કરવા દેવાની વાત કહી હતી. એ વખતે અચાનક તબિયત બગડતા તેમના ભાઈ હોસ્પિટલ લઈ ગયા હતા.

કવિ કુમાર આઝાદે 2014માં વેઈટ લોસની સર્જરી કરાવી હતી. સર્જરી પહેલાં તેમનું વજન 254 કિલો હતું. સર્જરી બાદ તેમનું વજન 178 કિલો થઈ ગયું હતું.

 

Loading...

 

સૂત્રોના જણાવ્યા પ્રમાણે, કવિ કુમાર આઝાદ ડ્રિન્ક કરવાના શોખીન હતા.. મૂળ બિહારના કવિ કુમાર આઝાદ પોતાના પેરેન્ટ્સ તથા મોટા ભાઈ-ભાભી સાથે મીરા રોડ પર આવેલા ફ્લેટમાં રહેતા હતાં. હાલમાં ડો. હાથીના પેરેન્ટ્સ મુંબઈ બહાર એક સંબંધીના લગ્નમાં ગયા છે. તેમણે હજી સુધી લગ્ન કર્યાં નહોતાં. કવિ કુમાર આઝાદ ખાવાના ઘણાં જ શોખીન હતાં. તેઓ કેન્ડી, જંકફૂડ બહુ જ ખાતા હતાં.

 

Loading...