તારક મહેતા...ની ભાભીઓ દયાથી બબીતા સુધીનું રીયલમાં આમની સાથે જોડાયું છે નામ

16 Feb, 2018

 તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સીરીયલમાં જોવા મળતી માધવી ભાભી, દયા ભાભીથી લઇને બબીતાજી સુધી ઘણી ભાભીઓ રહે છે. આજે આ અહેવાલમાં અમે જણાવીશું કે આ શોની બધી એકટ્રેસિસના રિયલ લાઇફ પાર્ટનર કોણ છે.

તારક મહેતા...ની ભાભીઓ દયાથી બબીતા સુધીનું રીયલમાં આમની સાથે જોડાયું છે નામ

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સીરીયલમાં જોવા મળતી માધવી ભાભી, દયા ભાભીથી લઇને બબીતાજી સુધી ઘણી ભાભીઓ રહે છે. આજે આ અહેવાલમાં અમે જણાવીશું કે આ શોની બધી એકટ્રેસિસના રિયલ લાઇફ પાર્ટનર કોણ છે.

બબીતા જી

કૃષ્ણન સુબ્રમણ્યમ અય્યર અને બબીતા કૃષ્ણન અય્યરની બેમેલ જોડીને તો તમે સારી રીતે ઓળખતાં હશો. બબીતા ગોકુલધામ સોસાયટીની સૌથી સુંદર અને મોર્ડન મહિલા છે. પોતાની ફિટનેસનું ખૂબ જ ધ્યાન રાખનારી બબીતા ઉર્ફે મનમુન દત્તાના ફેન્સ માટે આ ખુશખબરી છે કે તેણે હજી સુધી લગ્ન કર્યા નથી. જોકે, તેનું નામ 'બિગ બોસ' ફેમ અરમાન કોહલી સાથે જરૂર જોડવામાં આવ્યું હતું પરંતું કોહલીના ખરાબ વ્યવહારને લીધે તેમના સંબંધો તૂટી ગયાં.

કોમલ હંસરાજ હાથી

ડો. હાથીની ધર્મપત્ની અને 'ગોલી'ની મમ્મી કોમલ ભાભી એટલે અંબિકા રંજનકર શોમાં હોમમેકર છે. પરંતું તે ખૂબ જ કોન્ફિડેન્ટ અને ફની છે. તે મહિલા મંડળમાં પણ બરાબર એક્ટિવ રહે છે. અંબિકાના પતિ અરૂણ રંજનકર પણ પ્રખ્યાત ડાયરેક્ટર અને એક્ટર છે. અરૂણે એક્ટિંગ અને ડાયરેક્શન બંને જ ક્ષેત્રોમાં ઘણાં અવોર્ડ્સ જીત્યા છે.

 

દયા ભાભી

'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' ની સૌથી પ્રખ્યાત એક્ટ્રેસ દયા ભાભીને તો બધા જ ઓળખે છે. શોમાં તેમના પતિ બિઝનેસમેન જેઠાલાલ ગઢા છે. ત્યાં જ વાત જો રિયલ લાઇફની કરવામાં આવે તો દિશાએ 24 નવેમ્બર 2015ના રોજ મુંબઈના એક સીએ મયૂર સાથે લગ્ન કર્યા હતાં. 2017માં તેમણે એક દીકરીને પણ જન્મ આપ્યો છે.

માધવી ભીડે

ગોકુલધામ સોસાયટીના સેક્રેટરી આત્મારામ તુકારામ ભિડેની પત્નીનો રોલ પ્લે કરી રહેલી માધવી ભાભી એટલે સોનાલિકા જોશી શોમાં મોટાભાગે અથાણું અને પાપડ વેચતી જોવા મળે છે. રિયલ લાઇફમાં મરાઠી થિયેટર અને સીરિયલ્સમાં કામ કરનારી સોનાલિકા જોશીએ સમીર જોશી સાથે લગ્ન કર્યાં છે. તેને બે દીકરીઓ પણ છે.

રોશન કૌર સોઢી

શોમાં સરદાર હરજીત સિંહ સોઢીની પત્ની બનેલી રોશન ભાભી એટલે જેનિફર મિસ્ત્રી બંસીવાલ એક સ્વીટ પારસી મહિલા છે. તેમાં તે મેરેજ બ્યૂરો ચલાવે છે. રિયલમાં જેનિફરના પતિ મયૂર ઉર્ફે બોબી બંસીવાલ છે. બંનેને એક દીકરી છે.