ફેનની રિક્વેસ્ટ પર સુશાંતે કેરળ પૂર પીડિતોની મદદ માટે દાન કર્યા 1 કરોડ રૂપિયા

22 Aug, 2018

પૂરગ્રસ્ત કેરળની મદદ માટે દેશભરમાંથી લોકો શક્ય તેટલી મદદ પહોંચાડી રહ્યા છે. બોલિવુડના ઘણા સેલિબ્રિટીઝે સોશિયલ મીડિયા પર પૂર પીડિતોની મદદ માટે અપીલ કરી છે, તો ઘણા સેલેબ્સ એવા પણ છે જેમણે કેરળ પૂર પીડિતો માટે દાન આપ્યું છે. આ બધાની વચ્ચે સુશાંત સિંહ રાજપૂતે એવું કામ કર્યું છે જેની પ્રશંસા ચારેબાજુ થઈ રહી છે. સુશાંતે એક ઈન્સ્ટાગ્રામ યૂઝરના કહેવા પર 1 કરોડ રૂપિયા રીલિફ ફંડમાં આપ્યા છે.

 

સુશાંતે 1 કરોડ રૂપિયાનું દાન એક ફેનની વિનંતી પર કર્યું છે. સુશાંત સિંહની પોસ્ટ પર કમેન્ટ કરીને એક યૂઝરે લખ્યું કે, “સુશાંત સિંહ રાજપૂત મારી પાસે રૂપિયા નથી પરંતુ હું ફૂડ ડોનેટ કરવા માગુ છું. હું કઈ રીતે ડોનેટ કરી શકું તે જણાવો.” આ કમેન્ટના જવાબમાં સુશાંતે તે યૂઝરને રિપ્લાય કરતાં લખ્યું કે, “હું તારા નામે 1 કરોડ રૂપિયા ડોનેટ કરીશ અને પૂરો પ્રયાસ કરીશ કે આ જરૂરિયાતમંદ લોકો સુધી સીધા પહોંચે અને હું ઈન્સ્ટાગ્રામ પર પણ પોસ્ટ કરીશ કે તે મને ડોનેશ માટે પ્રેરણા આપી છે.”

ફિલ્મ ઈંડસ્ટ્રીમાંથી અક્ષય કુમાર, શાહરૂખ ખાન, અમિતાભ બચ્ચન જેવા અનેક સ્ટાર્સ કેરળમાં લોકોની મદદ માટે આગળ આવી રહ્યા છે. એક સ્ટારે કેરળમાં આવેલા પૂરના કારણે પોતાના લગ્ન કેન્સલ કર્યા છે. આ અંગે એક્ટ્રેસ રિચા ચઢ્ઢાએ ટ્વિટ કરીને માહિતી આપી. આ આ એક્ટર રાજીવ ગોવિંદા પિલ્લાઈ છે, જે જલ્દી જ રિચા સાથે તેની નેક્સ્ટ ફિલ્મ ‘શકીલા’માં જોવા મળશે.