સુરતી મહિલાએ 24 કલાકમાં 800 હેરકટિંગ કરી બનાવ્યો રેકોર્ડ

12 Dec, 2016

સુરતની અડાજણ વિસ્તારની મહિલાએ લંડના રેકોર્ડને તોડીને ગિનિસ બુકમાં નવો રેકોર્ડ બનાવ્યો છે. 24 કલાકમાં અંદાજે 800 લોકોના વાળ કાપીને સુરતી મહિલાએ ગિનિઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવવાનો પ્રયાસ કર્યો હતો. આ માટે ૨૪ કલાકની એક ઈવેન્ટ આયોજિત કરાઈ હતી.
સતત 24 કલાક સુધી વાળ કાપવાનો ગિનિઝ બુકનો અગાઉનો વર્લ્ડ રેકોર્ડ 2011માં લંડનમાં નોંધાયો હતો. જેમાં 526 જેટલા લોકોના વાળ કાપવામાં આવ્યાં હતાં. ત્યારે સુરતનાં આનંદ મેલ રોડ પર શીતલ હેર બ્યુટી ઇન્સ્ટિટ્યૂટ ચલાવતા શીતલ શાહ સતત 24 કલાક સુધી ખડે પગે રહીને હેર કટિંગ કર્યાં હતા. તેમણે 24 કલાકમાં 800 લોકોના વાળ કાપ્યા હતા. આ માટે કટિંગ પહેલા જ 800થી વધુ લોકોના રેજિસ્ટ્રેશન કરાયા હતા. વહેલી સવારે ૮ વાગ્યાથી આ ઇવેન્ટ શરૂ કરવામાં આવ્યું હતું. આ પહેલું એવી ઇવેન્ટ હતી, જે સતત ૨૪ કલાક ચાલી હતી.

ધોરણ-10 સુધીનો અભ્યાસ કરનારા શીતલબહેને આ અગાઉ 2013ના વર્ષમાં પોતાની ટીમના ચાર સભ્યો સાથે મળીને કુલ 1,076 જેટલા લોકોના વાળ કાપ્યા હતાં. જેથી શીતલબેનનું નામ લિમ્કાબુક, એશિયાબુક, ઈન્ડિયા બુક સાથે યુનિકબુક અને ગુજરાત યુનિવર્સિટી સોસાયટીમાં નોંધાયું છે. અને હવે 24 કલાક સુધી વાળ કાપીને ગિનિઝ બુકનો વર્લ્ડ રેકોડમાં નવો રેકોર્ડ બનાવ્યો છે, જે અગાઉ લંડનના નામે હતો.