સની લિયોનીએ ૧,૨૦૦ કિલો ખોરાક સામગ્રી કેરળ મોકલાવી

25 Aug, 2018

કેરળનાં પૂરગ્રસ્તો માટે બોલિવૂડ સેલેબ્સ દ્વારા મદદનો ધોધ વરસાવવામાં આવી રહ્યો છે. તાજેતરમાં પ્રતીક બબ્બર, સિદ્ધાંત કપૂર અને સુવેદ લોહિયાએ યોજેલી ફંડ રેઇઝિંગ ડ્રાઇવમાં સની લિયોની અને તેના પછી ડેનિયલ વેબરે હાજર રહીને ૧,૨૦૦ કિલો ખોરાક સામગ્રીનું દાન કર્યું હતું.

સનીએ આજે ઇન્સ્ટાગ્રામ પર જણાવ્યું હતું કે ડેનિયલ અને મેં ૧,૨૦૦ કિલો દાળચોખા આજે પૂરગ્રસ્તો માટે કેરળ મોકલી આપ્યા છે. અમને આશા છે કે અમે થોડા પૂરગ્રસ્તોને જમાડી શકીશું. મને ખબર છે કે જરૂરિયાત મોટી છે પણ કાશ હું વધારે મદદ કરી શકું. ૩૭ વર્ષની સનીએ ફંડ રેઇઝરના આયોજકોનો પણ આભાર માન્યો હતો.