સની લિયોનીએ આ શરતે એક સાથે 6 પોર્ન ફિલ્મો સાઇન કરી હતી

14 Jul, 2018

 સની લિયોની પોતાની બાયોપિક Karenjit Kaur: The Untold Story Of Sunny Leone કારણે ચર્ચામાં છે. હાલમાં જ તેનું ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું છે, જેમાં તેના જીવનની કેટલીક મહત્વની વાતો પણ સામે આવી છે. મે 2007માં તેમણે છ પોર્ન ફિલ્મો સાઇન કરી. જેમાં તેમણે પોતાના પહેલા પતિ મેટ એરિક્સનની સાથે પોર્ન સીન્સ શૂટ કર્યા. મૈટ પ્લેબોય એન્ટરપ્રાઇઝનાં વાઇસ પ્રેસિડેન્ટ ઓફ માર્કેટિંગ પણ છે. જ્યા સુધી મેટ સનીનાં જીવનમાં હતો તેણે તેની સાથે જ પોર્ન સીન્સ આપ્યા. 

સનીએ 19 વર્ષની ઉંમરમાં પોર્ન ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પગલુ માંડ્યું હતું. પોતાની શરૂઆત પોર્ન ફિલ્મોમાંસનીએ યુવતીઓ સાથે જ કામ કર્યું હતું. તેણે જાહેરાત કરી હતી કે તે માત્ર સમલૈંગિક સંબંધોની ફિલ્મોમાં જ કામ કરશે. જો કે 2008માં બંન્નેનું બ્રેકઅપ થઇ ગયું હતું અને તેનાં લગ્ન તુટી ગયા હતા. અંગત સંબંધો ખતમ થવા અંગે સનીએ મેટની સાથે પોર્ન ફિલ્મોમાં કામ કરવાનું જ બંધ કરી દીધું હતું. 


જો કે તેના મેટે સનીની સાથે પોતાનાં સેક્સ ટેપ જાહેર કરી દીધા હતા અને તે ટેપ વેચી દીધી હતી. મેટ સાથે બ્રેકઅપ બાદ વર્ષ 2008 દરમિયાન સનીનું અફેર  કેનેડાના ફેમસ કોમેડિયન રસેલ પીટર્સ સાથે પણ રહ્યું. જો કે આ રિલેશનશિપ થોડા સમય સુધી જ ચાલ્યું હતું. એક ઇન્ટરવ્યુમાં સની જણાવી પણ ચુકી છે કે રસેલ સાથેનું તેનું રિલેશનશિપમાં રહેવું તેની સૌથી મોટી ભુલ હતી. તે બંન્ને ઘણા લાંબા સમયથી મિત્રો હતા. થોડા સમય બાદ અમે એક બીજાને ડેટ કરવા લાગ્યા હતા. 

સનીએ વર્ષ 2011માં ડેનિયલ વેબર સાથે લગ્ન કરી લીધા હતા. લગ્ન પહેલા બંન્ને ત્રણ વર્ષ સુધી રિલેશનશિપમાં રહ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, ડેનિયલ અને સની લિયોનીએ બાળકો પણ દત્તક લીધા છે.સની અનેક ઇન્ટરવ્યુમાં પોતાના સુખી સંસારનો પણ ઉલ્લેખ કરતી રહે છે.