એક સાથે ત્રણ બાળકોની માં બની ગઇ સની લિયોની... અચાનક એલાન કરવાથી ચોંકી ગયા ફેન્સ

05 Mar, 2018

 સની લિયોન અને તેના પતિ ડેનિયલ વેબરએ પોતાના ફેન્સને હજુ સુધીનું સૌથી મોટુ સરપ્રાઇઝ આપ્યું છે.

સની અને ડેનિયલ હવે ૩ બાળકોના માતાપિતા બની ગયા છે. આ સેલેબ્રિટી કપલએ આ ગુડ ન્યુઝ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તસવીર શેયર કરીને આપી છે. તસવીરમાં સની લિયોન અને ડેનિયલ પોતાની પહેલી દિકરી અને બે દીકરાની સાથે નજર આવી રહયા છે.
તમને જણાવી દઇએ કે ગયા વર્ષે જ સની લિયોનને એક બાળકીને દત્તક લીધી હતી. સની લિયોને તેનું નામ નિશા સિંહ કૌર રાખ્યું. હવે સની લિયોને બંને દીકરા અશર સિંહ વેબરઅને નોઆ સિંહ વબેરની તસવીર શેયર કરી ફેન્સને આ ખુશખબરી આપી છે.
પોતાની કમ્પલીટ ફેમિલીની ખુબસુરત તસવીર શેયર કરતા સની લિયોનને કેપ્શન લખ્યું છે, ભગવાનની ઇચ્છા ર૧ જુન, ૨૦૧૭ના દિવસ મેં અને ડેનિયલએ ઓછા સમયમાં ઇચ્છ્યું કે અમારા ૩ બાળકો થાય. અમે આ પ્લાન કર્યું અને ઘણા વર્ષો પછી હવે અમારો પરિવાર અશર સિંહ વેબર અને નોહા સિંહ વેબરની આવવાથી પુરો થયો. અમારા બાળકોનો જન્મ થોડાક અઠવાડિયા પહેલા જ થયો છે પરંતુ અમારા દિલ અને આંખોમાં ઘણા વર્ષોથી જીવતો હતો.
ભગવાન અમારા માટે આટલી ખાસ યોજના બનાવી અને અમને એક મોટો પરિવાર આપ્યો. અમે બંને ત્રણેય બાળકોના પ્રાઉડ પેરેન્ટસ છીએ. બધા માટે અમારું સરપ્રાઇઝ.