જાણો શું કર્યું હતું સનીએ પોતાની પહેલી કમાણીનું?

18 Aug, 2018

સની લિયોનીની બાયોપિક 'કરનજિત: ધ અનટોલ્ડ સ્ટોરી ઓફ સની લિયોની' ચર્ચામાં છે, જેમાં સની લિયોનીએ પોતે એક્ટિંગ પણ કરી છે. કેટલાંક લોકો આ મૂવી દ્વારા સની લિયોની પોતાની ઈમેજ ચમકવાનો પ્રયાસ કરે છે તેવું પણ કહે છે. ડિજિટલ પ્લેટફોર્મ પર રીલિઝ થયેલી તેની કેટલીક વેબ સીરિઝમાં સની લિયોનીની ઘણી વાતો એવી છે કે જેની માહિતી હમણાં સુધી કોઈને ન હતી. આવી જ એક વાત સની લિયોનીની એડલ્ટ મેગેઝિનમાંથી થયેલી પ્રથમ કમાણીની છે.

સની લિયોની એક્ટર બનવા પહેલાં એક એડલ્ટ સ્ટાર હતી. તેનું નામ કરનજિત કૌર હતું. સની લિયોની કેવી રીતે એક એડલ્ટ સ્ટાર બની એક આખી વાત તેમની મૂવીમાં કહેવામાં આવી છે. વેબ સીરિઝમાં તેની ઈમોશનલ વાર્તાઓ પણ છે. જેની એક વાર્તા સનીએ 'પેન્ટહાઉસ' માટે ઘણું બોલ્ડ ફોટોશોટ કર્યું છે તેની સાથે જોડાયેલી છે, જ્યારે સની લિયોનીના પરિવારની આર્થિક સ્થિતિ ખૂબ ખરાબ હતી. તેના પિતાની નોકરી જતી રહી હતી. સની લિયોનીની માતા ઘર ચલાવવામાં આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડતો હતો ત્યારે એક બ્યૂટી કોન્ટેસ્ટ જીત્યા પછી સની લિયોનીને બોલ્ડ ફોટોશૂટની ઓફર મળી રહી હતી. ત્યારે સની લિયોની આ ઓફરને સ્વીકારે કે ન સ્વીકારે તેની મૂંઝવણમાં હતી.

સની લિયોની આ મૂંઝવણમાં હતી ત્યારે તેની માતા બજારમાં જતા જોઈને તેને માતાને પીછો કર્યો અને માતાને મંગલસૂત્ર ગિરવે મૂકવા જતા જોઈ ત્યારે તેને વિચાર આવ્યો કે માતાને દારૂ પીવાની આદત હોવાને કારણે મંગળસૂત્ર ગિરવે રાખવા માટે આવી હતી. પરંતુ માતાએ પિતાની નોકરી છૂટી જવાના કારણે પરિવારની આર્થિક સ્થિતિ ખરાબ હોવાને કારણે મંગળસૂત્ર ગિરવે રાખ્યું હોવાની વાત સની લિયોનીને કરી. આ મંગલસૂત્ર ગિરવે મૂકીને 400 ડોલર મળ્યા છે, તે વાત પિતાને કહેવાની પણ ના પડી હતી. તેની માતાએ તેને કહ્યું કે જ્યારે આપણી આર્થિક સ્થિતિ સારી થઈ જશે ત્યારે પૈસા આપીને મંગલસૂત્ર છોડાવી લઈશું. આ વાત સાંભળતાની સાથે સની લિયોનીને મળેલી બોલ્ડ ફોટોશૂટની ઓફર તેણે સ્વીકારી લીધી અને આ બોલ્ડ ફોટોશૂટમાંથી મળેલી પહેલી રકમમાંથી માતાનું મંગલસૂત્ર છોડાવ્યું હતું. સનીના આ ફોટોશૂટના કારણે તેને ઘણા લોકો ઓળખતા પણ થઈ ગયા હતા, પરંતુ સની લિયોનીના આ કામ વિશે તેના માતા-પિતાને કંઈ ખબર ન હતી.