ક્યારેય જાણ્યું છે કે સુહાગરાતે પલંગ પાર લાલ ગુલાબ નું જ ડેકોરેશન કેમ હોઈ છે ?

21 Jul, 2018

 જો કોઈ ટિપિકલ સુહાગરાતની વાત કરે એટલે તમને તરત જ કલ્પના આવે કે ડિમ લાઇટનો આછો પ્રકાશ અને વાઇટ કલરની બેડશીટ અને બેડ પર લાલા કલરના ગુલાબનું સુશોભન આ સાથે જ હાથમાં દૂધનો ગ્લાસ લઈને ધીમા પગલે બેડરુમમાં અંદર આવતી નવવધુ… બોલિવુડની સેંકડો મૂવી જોયા પછી આપણા બધાના મગજમાં સુહાગરાતનો આ સીન એક પરમેનન્ટ સીલ માર્ક બની ગયો છે. જોકે બોલિવુડે પણ આ આઇડિયા પરંપરામાંથી લીધો છે ત્યારે તમને ક્યારેય એવો પ્રશ્ન થયો છે કે શા માટે ફક્ત લાલ ગુલાબનો જ સુહાગરાતના રુમમાં ઉપયોગ થાય છે? એક પરંપરાથી વિશેષ આવું કરવા પાછળ વૈજ્ઞાનિક કારણ પણ છે. જો હવે તમને પણ આ કારણ જાણવાની ઉત્સુક્તા થઈ હોય તો ચાલો અમે જણાવીએ છીએ.

આખા દિવસ દરમિયાન તમે અનેક જાતની વિધિઓમાં અને કામમાં બીઝી હતા અને હવે ઉપરથી લગ્નની પહેલી રાતનું ટેન્શન..ત્યારે લાલ ગુલાબની આ સુગંધ તમારી નર્વને રીલેક્સ કરીને તમારા તણાવને ઓછો કરે છે. ભલે તમે 3-4 દિવસના લગ્ન સમારંભને લઈને ગમે તેટલા થાકી ગયા હોવ આ નેચરલ સુંગંધ તમારો બધો જ થાક દૂર કરી દેશે.


આ રાત તમારી લાઇફમાં ખૂબ જ ખાસ રાત છે ત્યારે જો તમે પહેલીવાર જ સેક્સ માણવા જઈ રહ્યા હોવ તો આ ગુલાબ તમને મૂડમાં લાવવા માટે મદદગાર સાબિત થશે. ગુલાબ તેના નેચરલી જ ઉત્તેજીત કરી શકવાના ગુણ માટે જાણીતા હોય છે. અને એરોમાથેરાપીના એક્સપર્ટનું માનીએ તો ગુલાબ તમારા મૂડને રંગીન બનાવી દે છે.

ગુલાબ નેચરલી જ એફ્રોડિસિઆક હોય છે એટલે કે તમને જો પોતાના પાર્ટનર સાથે શારીરિક સંબંધ અને ઇન્ટિમસી બનાવવ માગતા હોવ તો બીજારુપે પણ મદદ કરે છે. આ ગુલાબનું સુશોભન થાય તેટલું જ નહીં સુહાગરાતના દૂધ અથવા ખીરમાં પણ તેને નાખીને ખાવાથી તમને સંભોગ માટે પ્રેરીત કરી નેચરલ વિયાગ્રા જેવું કામ આપે છે.