ચોમાસામાં તમારા પેટ માં ગડબડ થઇ જાય તો કરો આ ઉપાય તુરંત

04 Jul, 2018

તમારી સાથે ઘણીવાર બન્યું હશે કે ભાવતું ફૂડ જોવ અને પછી આંખ મીચીને જામી પડો છો પરંતુ પછી ઘણીવાર આ જયાફત ઉડાવવી મોંઘી પડે છે. કેમ કે ક્યારેક આવું ફૂડ ઝેરી અસર કરે છે જેના કારમે ઝાડા, ઉલ્ટી, ઉબકા આવવા જેવી સમસ્યા સર્જાય છે. 

 
=> તમે 1-2 ટેબલસ્પુન એપન સાઇડ વિનેગરને પાણીમાં સરખી રીતે ભેળવી દિવસમાં 2-3વાર પીવો. જુઓ કેવી રાહત મળે છે.
 

 
 
=> વર્ષોથી આદુને તેના ઔષધીય ગુણો માટે ઉપયોગ કરવામાં આવે છે. તેની સાથે મધ અને ગરમ પાણીને મિક્સ કરીને લેવાથી ફૂડ પોઇઝનિંગમાં રાહત મળે છે. આદુમાં રહેલું તેનું તેલ એન્ટિમાઇક્રોબાયલ ગુણ ધરાવે છે. તે શરીરમાં પાચક તત્વોને કુદરતી રીતે જ વધવમાં મદદરુપ થાય છે. જ્યારે મધ તમારી રીકવરીની ઝડપને વધારે છે. બંને ભેગા મળવાથી ઉબકા અને ઉલ્ટી જેવી સમસ્યામાં તાત્કાલીક રાહત આપે છે.
 
=> લસણ પોતાના એન્ટિવાઇરલ, એન્ટિબેક્ટેરિયલ અને એન્ટિફંગલ ગુણો માટે ઓળખાય છે. તમારા પેટની ગરબડને દૂર કરવા માટે એક તાજા લસણની કળીને પાણી સાથે ગળી જાવ.
 
=> એક ગ્લાસ પાણીમાં અડધા લિંબુને મિક્સ કરો અને પી જાવ. જો સ્વાદ જોઈતો હોય તો ખાંડ નહીં પણ મધ એડ કરો. ચોક્કસ ફૂડ પોઇઝનિંગમાં રાહત આપશે.
 
=> તુલસીના પાનને ક્રશ ખરીને તેનો રસ કાઢો. આ રસને તમે સરખાભાગે એક ટીસ્પૂન મધ અથવા એક ટીસ્પૂન એલચી પાવડર મિક્સ કરીને સેવન કરી શકો છો. તુલસીના સેવનથી પેટમાં ખરાબ ફૂડના કારણે પેદા થયેલા પેથોજન્સ નામના બેક્ટેરિયા નાશ પામે છે.
 
=> કેળા ફાઇબર અને પોટેશિયમથી ભરપૂર હોય છે. ઝાડા-ઉલ્ટીના કારણે જો તમારા શરીરમાંથી પોટેશિયમ ઓછું થઈ ગયું હશે તો કેળાનું પોટેશિયમ તમને નવી તાકાત આપશે.
 
=> એક ટીસ્પૂન જીરું પાણીમાં ઉકાળો તેમાં એક ટીસ્પૂન ધાણાનો રસ ભેગો કરો અને થોડું મીઠું. બસ તમારી સીસ્ટમ ક્લીન થઈ જશે.
 

 
=> દહીંમાં એન્ટિબેક્ટેરિયલ ગુણ હોય છે જે પોઇઝનિંગની અસરને ઓછી કરે છે. જ્યારે તેને એક ચમચી વરીયાળી સાથે મિક્સ કરવામાં આવે છે ત્યારે પેટના દુખાવામાં તાત્કાલીક રાહત આપે છે.