પ.પ ફુટ લાંબી શ્રીદેવી ૧ ફૂટ પાણીમાં કેવી રીતે ડુબી ગઇ... કે કારણ કંઇક બીજું છે...??

26 Feb, 2018

 હાલમાં ફાઇનલ પોસ્ટમોર્ટ રીપોર્ટની વાત સામે નથી આવી પરંતુ ગલ્ફ ન્યુઝના હવાલાથી એક ખબરમાં કહેવામાં આવ્યુ છે કે બાથટબમાં ડુબવાથી શ્રીદેવીની મોત થઇ. તેના શરીરમાં આલ્કોહલ મળ્યું છે. શ્રીદેવી મોત પછી બાથરૂમમાં મળી હતી. ત્યાર પછી તેને હોસ્પિટલ લઇ જવામાં આવી જયાં ડોકટરોએ તેને મૃત ઘોષિત કરી હતી. પરંતુ સવાલ એ ઉઠે છે કે ૬ ફૂટની મહિલા કેવી રીતે બાથટબમાં ડુબી શકે છે. જયારે બાથટબમાં ૧.૫ ફૂટથી વધારે પાણી ભરી શકાતું નથી.

સુત્રોના જણાવ્યા અનુસાર પોલીસ ઓફિસર મોહસીન અબ્દુ કવિએ બતાવ્યું કે શ્રીદેવીના પાર્થિવ શરીરથી જોડાયેલા બધા કાગળ ભારતીય ઉચ્ચયોગને સોંપી દીધા છે આ સિવાય ડેથ સર્ટિફીકેટ પણ આપી દેવામાં આવ્યા છે. અધિકારીઓ દ્વારા પોસ્ટમોર્ટમ રીપોર્ટ વિશે પણ કંઇ પણ જાણકારી ન દેવાની ખબર આવી રહી છે. પોસ્ટમોર્ટમની જાણકારીને પુરી રીતે સિક્રેટ રાખવામાં આવ્યા છે. પોલીસ અનુસાર, હવે ભારતીય ઉચ્ચાયોગની પ્રક્રિયા પછી પાર્થિવ શરીર ભારત લઇ આવવામાં આવશે. શ્રીદેવીના પાર્થિવ શરીર તેના ઘર ભાગ્ય બંગલા(વર્સોવા)માં લાવવામાં આવશે. આખા ઘરને સફેદ ફુલોથી સજાવવામાં આવ્યું છે.
હકીકતમાં શ્રીદેવીનો પોસ્ટમોર્ટમ રવિવારના જ થઇ ચુકયો હતો. પરંતુ રીપોર્ટ આવવામાં વાર લાગી હતી. આ કારણે શ્રીદેવીને ડેથ સર્ટિફીકેટ હજુ સુધી બનાવ્યુ ન હતું. હજુ સુધી શ્રીદેેવીનું પાર્થિવ શરીર પોલીસની કસ્ટડીમાં જ છે. કાનુની પ્રક્રિયામાં બે થી ત્રણ કલાક લાગી શકે છે. આ કારણે ઉમ્મીદ કરવામાં આવે છે કે મોડી રાતના પાર્થિવ શરીર મુંબઇ લઇ આવવામાં આવશે.