મૃત્યુ પહેલા છેલ્લીવાર કેમેરામાં કેદ થઇ શ્રીદેવી, જોઇને તમારા આંખોમાં આંસુ આવી જશે

27 Feb, 2018

 શ્રીદેવીની અચાનક મોતથી આખું બોલીવુડ શોકમાં છે. લગભગ ૬૬ કલાક પછી તેની ડેડબોડીને દુબઇ પોલીસે ભારત લઇ જવાની અનુમતિ આપી છે.

એમ તો શ્રીદેવીએ ઘણી જાહેરાત કરી છે. તેમણે મૃત્યુની પહેલા પણ એક એડ કરી હતી. આ વિજ્ઞાપન તેમણે ઇન્ડિયન બ્રાન્ડ ચિંગ્સ માટે કરી હતી. આ એડમાં શ્રીદેવીને હાઉસ વાઇફ બતાવામાં આવી છે. જે ઘરના કામ કરી રહી છે. આ એડમાં તેના બે બાળકો પણ બતાવ્યા છે, જે એ જણાવી રહયા છે કે તેની મા ઘણી સારી છે, ભોલભાલી છે, સાચી છે.
એડમાં શ્રીદેવી બાળકોને કહી રહી છે, ખુલ કે જીતે હૈ ઘર હો યા સ્કુલ, ઇમોશનલ ડ્રામા મુઝે નહીં હૈ કબૂલ... આખી એડમાં શ્રીદેવી બાળકો સાથે મસ્તી અને ડાન્સ કરતી નજર આવે છે. આવામાં તે કંઇક સ્ટંટ કરતી પણ નજરે પડે છે. આખી એડમાં શ્રીદેવીનો એકદમ સિમ્પલ લુક છે. તે પ્રિન્ટેડ રાણી કલરનો કુર્તા વ્હાઇટ સલવાર અને દુપટ્ટા પહેર્યો છે.
શ્રીદેવીની મોત શનિવારે દુબઇની હોટલમાં થઇ હતી. કાનુની પ્રક્રિયા ચાલતા હજુ સુધી ડેડ બોડી મુંબઇ નથી પહોંચી શકી. ઉમ્મીદ કરવામાં આવે છે કે મંગળવાર સાંજ સુધીમાં તેની ડેડબોડી મુંબઇ આવી જશે. શ્રીદેવીને શ્રદ્ધાંજલી આપવા માટે મોટી સંખ્યામાં બોલીવુડ સેલેબ્સ અનિલ કપુરના ઘરે પહોંચી રહયા છે.