PHOTOS : શ્રીદેવીને અંતિમ વિદાય દેવા મુંબઇના રસ્તાઓ પર ઉમટયો જનસમુદાય

28 Feb, 2018

 બોલીવુડની ચાંદની અંધારામાં ગુમ થઇ ગઇ. આજે મુંબઇમાં શ્રીદેવીના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

બોલીવુડની પ્રખ્યાત શ્રીદેવીની દુબઇમાં શનિવારે રાતે નિધન થઇ હતું. આજે બપોરે તેનું અંતિમ સંસ્કાર થશે.  બોલીવુડ ફિલ્મો મીસ્ટર ઇન્ડિયા, નગીના, સદમા, ચાંદની અને ખુદા ગવાહમાં પોતાના દમદાર અભિનયથી લોકપ્રિય થયેલી શ્રીદેવીની અંતિમ યાત્રા બુધવારના બે વાગ્યાથી ચાલીને લગભગ ૩.૩૦ કલાકે એસ.વી. રોડ સ્થિત વિલે પાર્લે વેસ્ટ સેવા સમાજ સ્મશાન ઘાટ પર પહોંચશે.
બતાવવામાં આવી રહયું કે તેના અંતિમ દર્શન માટે તેના પ્રશસંક હૈદરાબાદ અને ચેન્નઇથી પણ બસોમાં પહોંચી રહયા છે. લગભગ ૪૦ બસ પહોંચવાની શકયતા છે. ત્યાંની ખબર અનુસાર ૮૦૦૦ થી ૧૦૦૦૦ લોકો તેની અંતિમ યાત્રામાં સામેલ થશે.
 
શ્રીદેવીના પાર્થિવ દેહને દુલ્હનની જેમ સજાવવામાં આવ્યો છે. માંગ ભરવામાં આવી છે, માથા પર લાલ બિંદી અને હોઠ પર લિપસ્ટિક છે. મોગરાના ફૂલ પણ પાસે રાખવામાં આવ્યા છે.

- સાડા 5 કિલોમીટર છે ઘરથી સ્મશાનનું અતર
- ભારે પોલીસ દળ અને SRPF તહેનાત
- તિરંગામાં લપેટાયેલો છે શ્રીદેવીનો પાર્થિવ દેહ, 3 રાઉન્ડ ફાયર કરીને અપાશે રાજકીય સન્માન

સ્વામી સમર્થ માર્ગ, કોકિલાબેન હોસ્પિટલ માર્ગ, જુહૂ સર્કલ, અમિતાભ બચ્ચનનો બંગલો, મીઠી બાઇ કોલેજથી થઇને સ્મશાન ઘાટ પહોચશે.

શ્રીદેવીની અંતિમ સફરમાં 7 હજારથી વધુ પોલીસ જવાન તૈનાત કરવામાં આવ્યા છે. શ્રીદેવીની અંતિમ સફર થોડી વારમાં શરૂ થશે. શ્રીદેવીના પાર્થિવ દેહને લઇ જતા ટ્રકને શણગારવામાં આવ્યો છે. ફેન્સ પણ મોટી સંખ્યામાં છે અને ધક્કા મુકી કરી રહ્યાં છે.

Loading...

Loading...