સંજય કપુર પર ભડકયા શ્રીદેવીના ફેન્સ, શેયર કર્યો ફોટો તો બોલ્યા, ટાઇમ દેખો પોસ્ટ કા

26 Feb, 2018

 શ્રીદેવીના અચાનક મોતથી બધા શોકમાં છે. આખો બોલીવુડમાં શોકની લહેર છે. શ્રીદેવીની મોત પૃષ્ટિ સૌથી પહેલા બોનીકપુરના ભાઇ સંજય કપુરે મીડિયાને આપી હતી, પરંતુ હવે સંજય કપુરને એવુ કંઇક કરી નાખ્યું જેના કારણે તે સોશ્યલ મીડિયા પર ટોલ થઇ રહયો છે.

હકીકતમાં, બોલીવુડથી જોડાયેલી હસ્તીઓ અનિલ કપુરના ઘરે જઇને શ્રીદેવીને શ્રદ્ધાંજલી આપી રહયા હતા. સંજય કપુરે ઇન્સ્ટાગ્રામ પર ફોટો શેર કર્યો. જેના પર તેણે લખ્યું કે, શાદી હૈંગઓવર. શેર કરવામાં આવેલી આ તસવીરમાં સંજય કપુરે ઓરેન્જ કલરનો ઝભ્ભો પહેર્યો હતો.
સંજય કપુરની આ ફોટો પર શ્રીદેવીના ફેન્સ ભડકી ઉઠયા. એક યુઝરે લખ્યું, લગતા હૈ આપ મેં ભાવનાએ નહીં. ટાઇમ દેખો પોસ્ટ કા...