શ્રીદેવીના પોસ્ટમોર્ટમમાં ઉઠયા ઘણા સવાલ, દુબઇ પોલીસે લીધો મોટો નિર્ણય

26 Feb, 2018

 બોલીવુડની પ્રખ્યાત અભિનેત્રી શ્રીદેવીના દુબઇમાં નિધન થયા પછી તેના મોત પર અલગ અલગ અટકળો લગાડવામાં આવી રહી છે. ત્યાં પોસ્ટમોર્ટમ પછી શ્રીદેવીની મોતનું કારણ લઇને હજુ સુધી સસ્પેન્ડ બનેલું છે.

તેના શરીરમાંથી દારૂના અંશ મળવાથી મામલો વધુ પેચીદો બની ગયો છે. દુબઇ પોલીસે શ્રીદેવીના મોતને સંદિગ્ઘ માનીને આખો મામલો સરકારી વકીલને સોંપી દીધો છે.
આ વચ્ચે દુબઇની ઓર્થોરીટીઝે ભારતીય દુતાવાસને શ્રીદેવીની મોતથી જોડેલા બધા કાગળ સોંપી દીધા છે. ગલ્ફ ન્યુઝ મુજબ, હોટલના બાથટબમાં ડુબવાથી શ્રીદેવીનું મોત થયું.
ગલ્ફ ન્યુઝ રીપોર્ટસ મુજબ શ્રીદેવીના શરીરમાં આલ્કાહોલની માત્રા હતી. બાથરૂમમાં તે પોતાનું બેલેન્સ ગુમાવી ચુકી અને બાથટબમાં પડી ગઇ. રીપોર્ટ મુજબ શ્રીદેવીના મોતનું કારણ એકસીડેન્ટલ છે.
પરંતુ આ વાત ગળે નથી ઉતરતી કે શ્રીદેવીનું મોત એકસીડેન્ટલ છે. રીપોર્ટ મુજબ શ્રીદેવીની મોત બાથટબમાં ડુબવાથી થઇ હવે જરા વિચારો કે પ.પ ફૂટ હાઇટવાળી મહિલા ૧ ફુટ પાણીમાં કેવી રીતે ડુબી શકે ? વળી, જયારે અભિનેત્રી ડુબી રહી હતી ત્યારે તેના પતિ બોની કપુરે તેને ડુબવા પહેલા પાણીમાંથી કેમ બહાર ન કાઢી અથવા બાથટબમાં બહાર કાઢવામાં આટલી વાર કેમ લાગી કે પાણી શ્રીદેવીના ફેફસામાં સુધી પહોંચી ગયુ અને તેની મોત થઇ ગઇ ?
આવા ઘણા સવાલ છે જે શ્રીદેવીના ફેન્સ પુછવા માંગી રહયા છે. અને આ કારણથી દુબઇ પોલીસે શ્રીદેવીની મોતને શંકાસ્પદ માનીને આ આખો મામલો સરકારી વકીલને સોંપી દીધો છે.