જો રોજ ખાશો 1 વાટકી ફણગાવેલા કઠોળ, તો થશે અધધધ..ફાયદાઓ

29 Aug, 2016

કઠોળ ફણગાવવાથી તેમાં સ્ટાર્ચ-ગ્લુકોઝ અને બંધારણમાં પરિવર્તન આવે છે. જેનાથી ન માત્ર તેના સ્વાદમાં વૃ્દ્ધિ થાય છે પરંતુ તેના પોષક તત્વો અને ગુણોમાં પણ વૃદ્ધિ થાય છે અને તે પાચનને પણ મજબૂત બનાવે છે. જો કે ફણગાવેલા કઠોળ અને અનાજ ખાવાના આ ફાયદા જાણીને તમે પણ કાલથી ચોક્કસપણે ખાતા થઇ જશો.

– ફણગાવેલા કઠોળને અમૃતઆહાર કહેવામાં આવે છે તે શરીરને નિરોગી બનાવી તમામ બિમારીઓ સામે રક્ષણ પ્રદાન કરે છે.
-ફણગાવેલા ઘઉંમાં વિટામિન ઈ ભરપૂર માત્રામાં હોય છે. શરીરની કાર્ય ક્ષમતા વધારવા માટે વિટામિન ઈ એક આવશ્યક પોષક તત્વ છે. આટલું જ નહીં પરંતુ આવી ઘઉંનું સેવન કરવાથી ત્વચા અને વાળ પણ ચમકદાર બને છે.
– ફણગાવેલા કઠોળ કિડની, ગ્રંથીઓ, તંત્રિકા તંત્રની નવી અને મજબૂત કોશિકાઓના નિર્માણમાં પણ મદદ મળે છે.
– ફણગાવેલા કઠોળ શરીરમાંથી થાક, પ્રદૂષણ અને બહારનું ખાવાથી પેદા થતા એસિડને દૂર કરે છે સાથે જ શરીરને ઊર્જા પણ આપે છે.
– દરરોજ એક નાની વાટકી ફણગાવેલા કઠોળ ખાવાથી વિટામિન, કેલ્શિયમ, ફોસ્ફરસ, પોટેશિયમ, મેગ્નેશિયમ, આયરન જેવા ખનીજો ભરપૂર માત્રામાં પ્રાપ્ત થાય છે જે આપણા શરીર માટે અત્યંત જરૂરી હોય છે. જે શરીરને તાકાતવાન અને નિરોગી બનાવે છે.