શું રોજ સેક્સ કરવાથી પુરુષો માં સ્પર્મ કાઉન્ટ ઘટી જાય છે ?

06 Mar, 2018

હકીકત તો એ છે કે  આપણા શરીરમાં નવું સ્પર્મ બનવા માટે 24-36 કલાક લાગે છે. જો તમે દરરોજ તમારા  પાર્ટનર સાથે સેક્સ માણસો તો તમારા શરીર માંથી ચોક્કસ પણે સ્પર્મ ઓછા થતા જશે પરંતુ ત્યાર બાદ જે ફ્રેશ સ્પર્મ બને છે, તેમાં ગતિશીલતા વધુ હોય છે અને તેને કારણે ફર્ટિલિટી પર સારી અસર પડે છે. 

 
નવા બનતા સ્પર્મ  ફર્ટિલિટી વધારે છે. 
 
જો તમે પિતા બનવાનું પ્લાનિંગ કરી રહ્યા હોવ તો  દર 2-3 દિવસે શારીરિક સંબંધ બાંધવો જોઈએ. તેનાથી પ્રેગ્નેન્સીના ચાન્સીસ અનેક ગણા વધી જાય છે. 
 
ડોક્ટર્સ ના કહેવા મુજબ ક્યારેક ક્યારેક સ્ખલિત થવું પુરુષોમાં ફર્ટિલિટીનું જોખમ વધારી શકે છે અને એક વ્યક્તિ સ્ખલન વિના વધુમાં વધુ અઠવાડિયા સુધી રહી શકે છે. 
 
આથી જો શરીરમાં વધુ સમય સુધી સ્પર્મ સ્ટોર રહે છે તો લો ફર્ટિલિટીનું પણ કારણ બને છે. તો હવે તમારા મનનો એ ડર કાઢી નાખો કે વધુ વખત સેક્સ કરવાથી પિતા બનવામાં પ્રોબ્લેમ થઇ છે અને સ્પર્મ શરીર માંથી ઘટી જાય છે