જુઓ, ભારત ની બહાદુર દીકરી ઉપર બનેલી ફિલ્મ ‘નીરજા’નું ટ્રેલર

18 Dec, 2015

1986ની પાંચ સપ્ટેમ્બરે પોતાના જાનનું બલિદાન આપીને 359 વિમાન મુસાફરોના જાન બચાવનાર દેશની બહાદુર ફ્લાઈટ એટેન્ડન્ટ નીરજા ભનોટનાં જીવન પર આધારિત ફિલ્મ ‘નીરજા’નું ટ્રેલર આજે રિલીઝ કરવામાં આવ્યું છે.
23 વર્ષીય નીરજા ભનોટે અમેરિકી એરલાઈન પેન એમના વિમાનનું કરાચીમાં અપહરણ કરનાર ત્રાસવાદીઓ સામે બહાદુરીપૂર્વક ઝીંક ઝીલી હતી, પણ એમાં પોતાનો જાન ગુમાવ્યો હતો.
ફોક્સ સ્ટાર સ્ટૂડિયોઝની ‘નીરજા’ ફિલ્મમાં દિવંગત નીરજાનું પાત્ર સોનમ કપૂરે ભજવ્યું છે.
આતંકવાદીઓએ નીરજાની ગોળી મારીને હત્યા કરી હતી.
રામ માધવાની દિગ્દર્શિત ‘નીરજા’માં શબાના આઝમીએ સોનમ (નીરજા)ની માતાનો રોલ કર્યો છે.
આ ફિલ્મ આવતા વર્ષની 19 ફેબ્રુઆરીએ રિલીઝ થવાની છે.

Loading...

Loading...