સોનમ કપુરે ખોલ્યા બેડરૂમના રાઝ, બોલી, હું મારો પતિ બેડ પર પહેલા ગંદી વાતો કરીએ છીએ

12 Sep, 2018

 ફેમનિઝમમાં જીવતી જાગતી મિશાલ છે સોનમકપુર. સોનમ પોતાની એકટીંગની સાથે જ સાથે બેજીજક નિવેદનો માટે પણ જાણીતી છે. પછી તે પોર્ન બેન કરવાની વાત હોય કે સેકશન ૩૭૭ હટાવાની. સોશ્યલ ઇશ્યુઝ પર સોનમ ખુલીને પોતાની વાત રાખે છે.

એન્ટરટેનમેન્ટ વેબસાઇટ બોલીવુડ બબલની ખબર મુજબ, સોનમ હાલમાં જ અનાઇત શ્રોફ અદજાનિયાના ટોક શો ફીટ અપ વિથ સ્ટાર્સમાં પહોંચી. જયાં તેમણે પોતાના બેડરૂમના ઘણા રાઝ ખોલ્યા. સોનમે એ પણ જણાવ્યું કે તેને બેડરૂમમાં શું પસંદ છે. બેડરૂમ સિક્રેટને લઇને જયારે સોનમને સવાલ કરવામાં આવ્યો તો તેણે કહયું, મને એકસાઇટેડ કરવા માટે ફોર પ્લેથી વધારે ડર્ટી ટોકસ પસંદ છે. તે સિવાય લાઇટને લઇને જયારે સોનમને પુછવામાં આવ્યું કે તે ઓફી હોય છે કે ઓન, તો સોનમે કહયું, ઓન.
 

આ સિવાય સોનમે એ પણ જણાવ્યું કે પતિ આનંદ આહુજા તેને પોતાના દોસ્ત માટે પટાવવા ઇચ્છતા હતા. પ્રેમ રતન ધન પાયોની શુટીંગ દરમ્યાન આનંદે પોતાના દોસ્તની સાથે તેની મીટીંગ પણ ફિકસ કરી હતી. પરંતુ મીટીંગમાં વધારે સમય સુધી આનંદ જ તેની સાથે વાત કરતો રહયો. ત્યારપછી ધીરે ધીરે સોનમ અને આનંદની ફોન પર વાત થવા લાગી અને ધીમે ધીમે પ્રેમનો રંગ ચડવા લાગ્યો. પછી આનંદે ઘુંટણના બળે બેસીને તેને લગ્ન માટે પ્રપોઝ કર્યું હતું. વર્કફ્રન્ટની વાત કરે તો સોનમ આ દિવસો ફિલ્મ ધ જોયા ફૈકટરમાં વ્યસ્ત છે.