શ્રીસંતે બનાવ્યા સિકસ પૈક એબ્સ, લોકોને યાદ આવ્યો ભજ્જીવાળો થપ્પડકાંડ, ઘણી લીધી મજા

07 Jul, 2018

 ભારતીય ટીમના પૂર્વ ક્રિકેટર એસ. શ્રીસંત સ્પાટ ફિકિસંગમાં ફસવાને કારણથી ક્રિકેટથી બાન કરી દેવામાં આવ્યો હતો. જો કે હવે ક્રિકેટથી દુર થઇ ચુકયો એસ શ્રીસંત ફિલ્મોની તરફ પોતાની કેરીયર વાળી લીધી છે.

 

 

તેવામાં સારો લુક અને સારી બોડીની જરૂરત ફિલ્મોમાં હોવાને કારણે તે આ દિવસો ઘણો પરસેવો પાડી રહયો છે, જેનો એક ફોટો હાલના સમયમાં મીડિયામાં ઘણો વાયરલ થઇ રહયો છે.
 
 

 
 
 
 
 

આ ફોટોને જોઇને એ સાફ લાગી રહયું છે કે શ્રીસંત ઘણી જ સખ્ય ટ્રેનીંગ અને અભ્યાસથી પોતાના શરીર પર મહેનત કરી અને હવે તેને સિકસ પૈક એબ્સ પણ બનાવી લીધા.

જો કે આ ફોટો જેવો જ સોશ્યલ મીડિયાના પ્લેટફોર્મ પર આવ્યો. સોશ્યલ યુઝરોએ તેને ભજજી દ્વારા શ્રીસંતને આઇપીએલ દરમ્યાન મારવામાં આવેલા થપ્પડ કાંડથી જોડીને મજાક ઉડાડવા લાગ્યા. જેમાં વધુ પડતા યુઝરોએ એવું લખવાનું શરૂ કરી દીધુ કે શ્રીસંતે હવે સિકસ પૈક એબ્સ બનાવી લીધા છે. એવામાં હરભજનસિંહ દ્વારા મારવામાં આવેલા થપ્પડનો બદલો શ્રીસંત દ્વારા લેવો જોઇએ.

 

 

A post shared by Sree Santh (@sreesanthnair36) on

 

જાણકારી માટે તમને જણાવી દઇએ કે વર્ષ ૨૦૦૮ દરમ્યાન ખેલવામાં આવેલા આઇપીએલના સીઝન દરમ્યાન એક મેચમાં હરભજનસિંહને શ્રીસંતની કોઇ વાત ઘણો જ ગુસ્સો આવ્યો હતો, જે પછી તે ગુસ્સામાં આવીને એક થપ્પડ એસ શ્રીસંતને મારી દીધી હતી. જો કે આ ખબર મીડિયામાં સમાચારોમાં હેડીંગ બની ગયા હતા અને તેને અત્યાર સુધીના આઇપીએલમાં સૌથી વિવાદિત સમાચારોમાંથી એક માનવામાં આવ્યો છે.

 

 

 

ત્યાં બીજી તરફ એસ શ્રીસંતનું ક્રિકેટ કેરીયર તે સમયે લગભગ ખત્મ થઇ ગયું જયારે તેને  આઇપીએલ મેચમાં ફિકસિંગના આરોપમાં પકડયો હતો. ત્યારપછી ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે તેના પર પ્રતિબંધ મુકી દીધો હતો. જેના કારણે તે રાષ્ટીયથી લઇને ઘરેલું ટુર્નામેન્ટ સુધી કોઇમાં પણ ભાગ ન લઇ શકયો. જો કે આ બધુ થયું છતાં શ્રીસંત પોતાને બેકસુર સાબિત કરવા મો કોર્ટમાં પોતાનો કેસ લડી રહયો છે.