ગ્રહોના દોષ દૂર કરવા માટે આંગળીઓમાં અલગ-અલગ ધાતુની વીંટી પહેરવામાં આવે છે

02 Jun, 2018

જો વ્યક્તિને નસીબનો સાથ મળતો ન હોય તો, કેટલાક જ્યોતિષ ઉપાયો કરવાથી તેને ચોક્કસથી લાભ મળી શકે છે. ગ્રહોના દોષ દૂર કરવા માટે આંગળીઓમાં અલગ-અલગ ધાતુની વીંટી પહેરવામાં આવે છે. જો કોઇની કુંડળીમાં શુક્ર ગ્રહ અશુભ હોય તો તેને સુખ-શાંતિ અને સુવિધાઓ મળતી નથી. પૈસાની સતત અછત જ રહે છે. કોલકાતાની એસ્ટ્રોલોજર ડૉ. દીક્ષા રાઠી જણાવી રહ્યાં છે શુક્રના ગ્રહ દોષ દૂર કરવાના ઉપાય.
હથેળી પર અલગ-અલગ રેખાઓ અને પર્વતો સિવાય દરેક આંગળી અલગ-અલગ ગ્રહ સંબંધિત હોય છે. આ માટે સંબંધિત ગ્રહોની અશુભ અસરને ઓછી કરવા માટે આંગળીમાં વીંટી પહેરવામાં આવે છે. હસ્તરેખા જ્યોતિષ અનુસાર અંગૂઠાનો સીધો સંબંધ શુક્ર ગ્રહ સાથે છે. આ ગ્રહ ભોગ-વિલાસ અને વૈભવી લાઇફસ્ટાઇલનો કારક છે. જે લોકોની કુંડળીમાં અને હથેળીમાં શુક્ર ગ્રહ સંબંધિત શુભ યોગ હોય, તેઓ હંમેશાં સુખી રહે છે અને બધી જ સુખ-સુવિધાઓ પણ મેળવે છે. આ ગ્રહ અશુભ હોય તો, વ્યક્તિને દૈનિક જીવનમાં ખૂબજ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.
શુક્ર ગ્રહની અસર:
- આપણા જીવન પર શુક્રના મિત્ર અને શત્રુ ગ્રહોની સ્થિતિઓની બહુ અસર પડે છે. શનિ, બુધ અને રાહુ તેના મિત્ર ગ્રહ છે. આ ત્રણેય ગ્રહ અશુભ સ્થિતિમાં હોય તો શુક્ર ખરાબ ફળ આપી શકે ચે. વ્યક્તિને ધન, બુદ્ધિ અને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ નડી શકે છે. 
- મંગળ અને ગુરૂની સ્થિતિ પણ શુક્રના સારા અને ખરાબ પ્રભાવને બદલી શકે છે. સૂર્ય અને ચંદ્ર શુક્રના શત્રુ ગણાય છે. કુંડળીમાં શૌક્ર અશુભ હોય તો વ્યક્તિને કોઇપણ કામમાં સહેલાઇથી સફળતા મળતી નથી. 
-શુક્ર માટે પહેરો ચાંદીની વીંટી:
- ચાંદી અને પ્લેટિનમ શુક્ર ગ્રહની ધાતુ છે. માટે શુક્રના શુભ ફળ માટે અંગૂઠામાં ચાંદી કે પ્લેટિનમની વીંટી પહેરવી શુભ ગણાય છે. શુક્રના કારણે જીવનમાં આવતી નકારાત્મકતાને આ વીંટી દૂર રાખે છે. વ્યક્તિના જીવનમાં સકારાત્મક ઉર્જા વધારે છે.
- કોઇ સારા જાણકાર બ્રાહ્મણ પાસે ચાંદીની કોઇપણ સામાન્ય વીંટીને અભિમંત્રિક કરી તેને અંગૂઠામાં પહેરવી. આ વીંટી શુક્રવારે પહેરવી. 
- તેની અસરથી જીવનમાં આવતી મુશ્કેલીઓ દૂર થઈ શકે છે અને સુખ-સુવિધાઓમાં વધારો થઈ શકે છે.