જો તે તમને પ્રેમ કરતો હશો તો તે આ ઇશારા જરૂરથી કરશે

13 Jul, 2015

સામાન્ય રીતે કહેવાય છે કે છોકરીઓને સમજવું છે મુશ્કેલ. પણ ખરેખરમાં તે વાત પણ એટલી જ સાચી છે કે છોકરાઓને પણ સમજવું છે ખૂબ જ મુશ્કેલ. અને તેમાં પણ જો ત્યારે જ્યારે તે તમને પ્રેમ કરતો હોય. જ્યારે કોઇ છોકરો કોઇ છોકરીને પ્રેમ કરે છે ત્યારે તેના મનમાં ના પાડવાની ડર હંમેશા હોય છે અને આવી સ્થિતિમાં છોકરીઓ ધણીવાર કન્ફ્યુઝ થઇ જાય છે કે તે જેવું તે છોકરા માટે અનુભવી રહી છે તેવું શું તે છોકરો પણ અનુભવી રહ્યો છે કે કેમ. તો જો તમને પણ કોઇ છોકરો પ્રેમ કરતો હોય અને તમે આ વાતથી થોડી દ્વિધામાં હોવ તો આ આર્ટીકલ જરૂરથી તમારા કામમાં આવી શકે છે. કારણ કે આજે અમે તમને થોડીક તેવી ટ્રીક જણાવાના છીએ જેના દ્વારા તમે જે તે છોકરાના ઇશારાઓને સમજીને યોગ્ય અનુમાન લગાવી શકો છો કે તે તમને પસંદ કરે છે. ADVERTISEMENT તો જુઓ આ ફોટોસ્લાઇડ અને જાણો કેવા કેવા ઇશારાઓ છોકરાઓ કરે છે. જેથી જાણી શકાય કે તે પણ તમને પ્રેમ કરે છે કે પછી તમારા માટે ખેંચાણ અનુભવે છે.
આંખોમાં ચમક
આંખો અનેક રાઝ ઉજાગર કરે છે. માટે જ જ્યારે તે તમને જુએ છે તો તેની આંખોમાં એક ચમક હોય છે. એટલું જ નહીં તમને અચાનક જ ત્યાં જોઇને તેની આંખોમાં ચમક આવી જાય છે.

ખાસ મિત્રો
જો તમે બન્ને એકબીજાની જોડે વાત કરતા હશો તો તે તમને તેના ખાસ મિત્રો કે પછી તેના જીવનમાં જે વ્યક્તિઓ ખાસ હશે તેની તમારી જોડે મુલાકાત કરાવશે.

ખાસ વસ્તુઓ
એટલું જ નહીં તે તમારા માટે કંઇક ખાસ કરવાનો પ્રયાસ કરશે. જેમ કે તમારા માટે ખાવાનું બનાવવું કે તેવું જ કંઇક જે બીજા માટે નહીં પણ તે ખાલી તમારા માટે જ કરશે.

સ્માઇલ
જો તને તમે ગમતા હશો તો તે જ્યારે પણ તમને મળશે ત્યારે સ્માઇલ ચોક્કસથી કરશે. વળી તે તમારા ચહેરા પર સ્માઇલ લાવવાના પ્રયાસ પણ જરૂરથી કરતો રહેશે.

મેસેજનો રિપ્લાય
જો તેને પણ તમે ગમતા હશો તો તમારા મેસેજનો રિપ્લાય તે ફટાકથી કરશે. અને પોતે બીજી હશે તો પણ તમારી સાથે લાંબી ગપશપ કરવામાં ના નહીં પાડે.

ચમક
જો કે પ્રેમમાં પડવાથી ચહેરા પર એક નિખાર એક ચમક તો જરૂરથી આવી જ જાય છે અને આ ચમક દેખાયા વગર પણ નથી રહેતી

મિત્રો
એટલું જ નહીં તે તમારા મિત્રો જોડે પણ મિત્રતા કરવા અને તેમની આગળ સારો બનવાનો પ્રયાસ કરશે.

બાળપણ
તે તમને તેની નાનપણની વાતો કરશે. અને તેના સારા, નસારા દિવસો વિષે જણાવશે.

સમય
વધુમાં તે તમને મળવાના અને તમારી સાથે સમય પસાર કરવાના મોકો શોધતો રહેશે. અને તેને તમારી જોડે સમય પસાર કરવો ગમશે.

સીક્રેટ
તે તમને તેના જીવનના રાઝ કહેશે. જે બતાવે છે કે તે તમારા પર ખૂબ જ વિશ્વાસ કરે છે. અને તમે તેની માટે ખાસ છો.

બકવાસ
એટલું જ નહીં તે તમારી સ્ટુપિડ અને અણસમજુ વાતમાં પણ ભરપૂર દિલચસ્પી બતાવશે. અને તમારી વાત જાણશે.

પુરુષ મિત્રો
એટલું જ નહીં તે તમારા પુરુષ મિત્રોથી ચિડાશે. અને તમે આનાથી અને તેનાથી બચીને રહેવાની સલાહ આપશે.