શું હસ્થમૈથુન કરવું જોઈએ કે ના કરવું જોઈએ ? શું હસ્થમૈથુન એક બીમારી છે?

16 Mar, 2018

હસ્તમૈથુન એ એક સામાન્ય સ્થિતિ છે અને તે સ્વાભાવિક છે. તેથી હસ્તમૈથુન ની આદત હોવી એ એક ગંભીર પ્રશ્ન નથી, પણ યોગ્ય મર્યાદામાં અને નિયંત્રિત સ્થિતિમાં તે એક રીતે તો ફાયદાકરક છે.

 
આના કારણે અન્યત્ર સેક્સ સંબંધની જરુર ન રહેતાં સેક્સ સંબંધિત ચેપી રોગો થવાની શક્યતા પણ ન રહે અને સમય બચે તો કારકિર્દી માટે પણ વધારે સમય અને પૈસા બચાવી શકાય છે.
 
યુવતીઓમાં હસ્તમૈથુન થકી કામોત્તેજના શાંત થવાથી તેની સમાજિક બદનામી અને ગર્ભપાત જેવી સમસ્યામાંથી અને ચારિત્ર્ય ખંડનમાંથી બચી શકાય છે.
 
વધારે પડતાં હસ્તમૈથુનને કારણે વીર્યનાશ થાય છે અને આયુર્વેદના મતે શુક્ર ધાતુ એ શરીરનો સારભાગ છે. જે શરીરમાં ચમક, કાંતિ અને ઓજસ વધારનાર છે. તે શરીરને પુષ્ટિ આપનાર અને યૌવન જાળવી રાખનાર છે. તેથી તેનો વધુ પડતો નાશ એ નબળાઇ અને અકાળે વૃદ્ધત્વ ની પરિસ્થિતિ પેદા કરે છે. હસ્તમૈથુનની આદત એ પાચન ક્રિયા પર પણ અસર કરે છે તેને કારણે કબજિયાત , પાચન બરાબર ન થવું, વજન ન વધવું વગેરે સમસ્યા શરૂ થઇ જાય છે.