લગ્નની સાથે સાથે સુહાગરાતના પણ ફોટો શેયર કરી બેઠી દૃશ્યમની આ હીરોઇન, ઇન્ટરનેટ પર થયા વાયરલ

23 Mar, 2018

 દૃશ્યમ હિરોઇન શ્રિયા સરને ચુપચાપ લગ્ન કરી લીધા બાદ અચાનક ફોટોઝ શેયર કરીને ધમાલ મચાવી દીધી. હવે શ્રિયાને લગ્નના ફોટોઝ શેયર કર્યા બાદ પતિની સાથેના અતરંગ પળોના ફોટો પણ શેયર કરી દીધા.

 

૧ર માર્ચ મુંબઇમાં લોખંડવાળામાં શ્રિયાએ લગ્ન કરી લીધા. ત્યારપછી લગ્નના ફોટોઝ શેયર કરી. તેમાં જોવા મળે છે કે ટેનિસ પ્લેયર આંદ્રેઇ કોશેચેવની સાથે તેના લગ્ન હિન્દુ રીતિરિવાજથી થયા. આ ફોટોમાં એક રોમાન્ટિક ફોટો પણ છે જેમાં નવા પરણેલા કપલ લિપલોક કરતા નજર આવી રહયા છે.
 

લગ્ન પછી શ્રિયા પતિને કિસ કરતી દેખાય છે. જોવા જઇએ તો લગ્નના ફોટોઝની સાથે શ્રિયાએ સુહાગરાતની ફોટા પણ શેયર કરી દીધા છે.

લગ્ન પછી મહેમાનોના ફોટા તો સામે નથી આવ્યા પરંતુ આ ફેમિલી મેમ્બર્સ સિવાય ઇન્ડસ્ટ્રીઝથી મનોજ બાજપેયી અને શબાના આઝમી હાજર હતા. શ્રિયા ફોટામાં ઘણી સુંદર લાગી રહી છે.

 

પહેલા એવી ખબર હતી કે શ્રિયા ઉદયપુરમાં ડેસ્ટિનેશન વેડિંગ કરવા ઇચ્છતી હતી. જો કે કોઇ કારણથી તેણે જલ્દી જલ્દીમાં મુંબઇમાં જ લગ્ન કરવા પડયા. શ્રિયાનો પતિ આંદ્રેેઇ નેશનલ લેવલનો ટેનિસ પ્લેયર છે. બંનેના લગ્નમાં વધારે લોકોને આમંત્રણ કર્યા ન હતા.

સાઉથ ઇન્ડિયમ સિનેમા અને બોલીવુડની હિરોઇન શ્રિયાનો જન્મ દેહરાદુનમાં થયો હતો. ૨૦૦૩માં તેને ફિલ્મ તુઝે મેરી કસમમાં બોલીવુડમા એન્ટ્રી કરી. જો કે આ ફિલ્મમાં તેનો એક નાનો જ રોલ હતો.

ત્યાર પછી તેણે સાઉથની ફિલ્મો પર ફોકસ કર્યું. ફિલ્મ શિવાજીથી પોપ્લુરીટી હાંસલ કરી અને પછી ૨૦૦૭માં ફિલ્મ આવારાપનમાં બોલીવુડમાં કમબેક કર્યું. આ ફિલ્મમાં તે લીડ રોલમાં હતી. અજય દેવગનની ફિલ્મ દૃશ્યમથી તેને ખાસ ઓળખ મળી.