હોટ બ્લેક ડ્રેસમાં ફિલ્મની પ્રમોશન ઇવેન્ટ પર પહોચી શ્રદ્ધા કપૂર

30 Aug, 2018

બોલિવુડ એક્ટર રાજકુમાર રાવ અને શ્રદ્ધા કપૂરની ફિલ્મ ‘સ્ત્રી’ બહુ જલ્દી મોટા પડદા પર રિલીઝ થવાની છે. ફિલ્મ રિલીઝ થયા પહેલા રાજકુમાર અને શ્રદ્ધા મુંબઈના એક કેફેમાં ફિલ્મના પ્રમોશન માટે પહોચ્યા હતા.

ઇવેન્ટમાં શ્રદ્ધા મિની બ્લેક ડ્રેસ પહેરી પહોચી હતી. બ્લેક કલરના આ બોલ્ડ ડ્રેસમાં શ્રદ્ધા કપૂર વધારે બ્યુટીફૂલ લાગી રહી હતી. શ્રદ્ધા કપૂર આજકાલ તેની અપકમિંગ ફિલ્મ સ્ત્રીને લઈને ચર્ચામાં છે. શ્રદ્ધા સતત તેની ફિલ્મનો સોશિયલ મીડિયા પર પ્રમોશન કરી રહી છે.