આ 3 રીતે થાય છે ખભાના દુખાવાની સારવાર, જાણો તમે પણ

12 Dec, 2016

જો ખભાનો દુખાવો દવા લેવા કે ધ્યાન રાખવાથી ન મટે તો નીચેની કોઇપણ સારવાર ઉપયોગી નિવડે છે. જો કે કઇ તકલીફમાં કઇ સારવાર ઉપયોગી નિવડશે તે ચોક્કસ રીતે ડોકટર જ કહી શકશે.

કસરત
મોટાભાગના ખભાના દુખાવા શરૂઆતના ભાગે કસરતથી સારા થઇ જતાં હોય છે. કસરતનો ઉપયોગ તમારા દુખાવામાં રાહત કરવા કે ખભાને પાછો કામમાં ઉપયોગ લેવા માટે થાય છે.

કસરતનો ઉપયોગ મુખ્યત્વે સાંધાની જકડાશોને ઓછો કે દૂર કરવા, નબળા સ્નાયુની તાકાત વધારવા, ખભાની બધી હિલચાલ વધારવા, યોગ્ય બેસવાની સ્થિતિ માટે તેમજ મશીનથી કે શેક કરી દુખાવો ઓછો કરવા માટે થાય છે.

ઇન્જેકશન
ઇન્જેકશન લેવાથી ખભાના દુખાવામાં ઘણી રાહત થતી હોય છે. ઇન્જેકશનમાં લોકલ સેરીરોઇડ અને એનેસ્થેટીક દવાનું મિશ્રણ માટો ભાગે વાપરવામાં આવે છે. ઇન્જેકશન આપવાથી ખભાના સાંધામાં અને સાંધાની આજુબાજુ રહેલા સોજામાં ફરક પડે છે અને તમે ખભાનો ઉપયોગ ફરી કરી શકો છે. ઇન્જેકશન આપ્યાના બે અઠવાડિયા સુધી વજન ઉપાડવું હિતાવહ નથી. વારંવાર ઇન્જેકશન લેવું વ્યાજબી નથી અને તેવું જરૂર લાગે તો સારવારની બીજી રીત લેવી હિતાવહ છે.

સર્જરી
મોટાભાગના ખભાના દુખાવા સર્જરી વગર સારા થઇ જતાં હોય છે પણ કોઇક વાર મોટી તકલીફોમાં સર્જરીની આવશ્યકતા રહે છે. ખભાની સર્જરી બે પ્રકારની હોય છે.
(1) દુરબીન વડે અને
(2) દૂરબીન વગર.
ખભાની મોટાભાગની સર્જરી દૂરબીન વડે થતી હોય છે. સાંધાનો ઘસારો હોય કે સાંધાનું ફ્રેકચર હોય તો સાંધો બદલવાની સર્જરી કરવી પડે છે. ખભાની કોઇપણ સર્જરી પછી કસરત કરવી ખૂબ જ જરૂરી હોય છે