રેડલાઈટ એરિયાના ફેક્ટ- જે બદલી નાંખશે એમના માટેનો તમારો Opinion

11 Feb, 2018

 અખબાર, ટીવી અને ન્યુઝવેબસાઇટ પર સેક્સ રેકેટના સમાચારો મળે એટલે મોટાભાગના લોકો મો મકકોડી લેતા હોય છે. લોકોને જ્યારે એવું પૂછવામાં આવે કે આ બિઝનેસ માટે કોણ જવાબદાર છે તો એક જ જવાબ મળે છે- વાસના. જો તમે પણ આવું જ વિચારતા હોવ તો આ લેખ તમારે વાંચવો જ જોઈએ. એનાથી તમારા વિચારો કદાચ બદલાઈ જશે. તમે આવા સમાચાર સાંભળો કે એવા વિસ્તારમાંથી પસાર થાઓ ત્યારે એ છોકરીઓની વેદનાને ફીલ કરી શકશો. આ કિચડમાં ફસાયેલી છોકરી માટે તમારા મનમાં દયા જાગશે.

કડવો ઇતિહાસ

 


ભારતમા આ પ્રથા વર્ષો જૂની છે. પ્રાચીન સમયમાં ભારતમાં નગરવધૂ રહેતી. બીજી સદી ઇસાપૂર્વે લખાયેલા નાટકોમાં પણ વેશ્યાઓનો ઉલ્લેખ જોવા મળે છે. 17મી અને 16મી સદીમાં ગોવામાં પુર્તગાલી કોલોની હતી. ત્યાં રહેતી જાપાની દાસીઓ આ જ કામ કરતી હતી. પુર્તગાલી વેપારીઓ આ છોકરીઓને જાપાનથી ભારત લાવતા. તેથી જ કદાચ આજે પણ ગોવા દેહવેપારનું ગઢ ગણાય છે.
2 લાખ નેપાળી છોકરીઓ છે આ કામમાં

નેપાળની એક એનજીઓ મૈતીના રિપોર્ટ મુજબ તો ભારતમાં આશરે 2 લાખ નેપાલી છોકરીઓ દેહવેપારનું કામ કરે છે. આમાની મોટાભાગની છોકરીઓ 14 વર્ષથી નાની હોય છે. તેમાં પણ ભારતમાં નેપાલથી લવાયેલી વર્જિન છોકરીઓની વધારે ડિમાન્ડ હોય છે. તેથી જ તેમને ફુસલાવીને કે પછી કિડનેપ કરીને ભારત લાવવાનું પ્રમાણ વધી રહ્યું છે.
અંગ્રેજ શાસનમાં દેહવેપાર

19મી અને 20મી સદીની શરૂઆતમાં અંગ્રેજ યૂરોપ અને જાપાનથી છોકરીઓને લઈને ભારત આવ્યાં હતા. તે ભારતમાં અંગ્રેજ સૈનિકોને શરીરસુખ આપતી હતી. 20મી સદીની શરૂઆતમાં અંગ્રેજોએ ભારતીય છોકરીઓને પોતાનું નિશાન બનાવવાનું શરૂ કર્યું. યૂરોપથી આવેલી છોકરીઓની ક્ષમતા ઘટી જાય એટલે એમને છાવણીમાં સૈનિકોની સેવા કરવા અને રસોઈ જેવા કામ સોંપી દેવાતા.
અજાણ્યા વ્યક્તિના ચક્કરમાં કે કોઈક રીતે દલાલોની સાજીશમાં સપડાઈ જતી  છોકરીએ કમને આ કામ કરે છે. રિપોર્ટમાં કહેવાય છે કે આવી છોકરીઓની સંખ્યા લગભગ 23 ટકા છે
18 ની થતા પહેલાં બની જાય છે ગણિકા

મહિલા એવમ બાલ વિકાસ મંત્રાલયના 2007ના રિપોર્ટ મુજબ દેશની 30 લાખથી વધુ ફીમેલ સેક્સ વર્કર્સમાંથી 35.47 સેક્સ વર્કર્સ 18થી નાની ઉંમરમાં જ આ બિઝનેસમાં આવી જાય છે. એ જ રીતે હ્યૂમન રાઇટસના રિપોર્ટમાં પણ ચોંકાવનારા આંકડા મળ્યાં છે. એ મુજબ તો ભારતમાં 2 કરોડ સેક્સ વર્કર્સ છે. જેમાંથી મુંબઈમાં જ  2 લાખ છે. 1997થી 2004 સુધીમાં આ સંખ્યામાં ખાસ્સો વધારે નોંધાયો હતો.
પરિવારના પાલન-પોષણ માટે કરે છે આ કામ

દેહવેપારનું એક કટુ સત્ય એ પણ છે કે જ્યારે પરિવારમાં આવકના બધા રસ્તા બંધ થઈ જાય ત્યારે પરિવારની સૌથી મોટી છોકરી આ રસ્તો સ્વીકારે છે. રિપોર્ટ કહે છે 22 ટકા યુવતીઓ આ જ કારણથી આ કામ કરે છે.
10 ટકા છોકરીઓ તો એવી હોય છે પ્રેમમાં દગો મળ્યા પછી અહીં પહોંચે છે. કેટલીક છોકરીઓને લગ્નના ખોટા વાયદા કરીને આ પ્રોફેશનમાં ધકેલી દેવાય છે.
 
- 13 ટકા યુવતીઓ પ્રેમ કે મૈત્રીના ચક્કરમાં ફસાઈને આ બિઝનેસમાં આવી જાય છે. જેનું મુખ્ય આકર્ષણ પૈસા જ હોય છે.
દેશનો સૌથી મોટો રેડલાઈટ એરિયા કોલકાતામાં

કોલકાતામાં આવેલું સોનાગાછી એ દેશનો સૌથી મોટો રેડલાઈટ એરિયા છે. બીજા નંબરે મુંબઈનો કમાઠીપુરા પછી દિલ્હીનો જીબી રોડ, આગ્રાનું કશ્મીરી માર્કેટ, ગ્વાલિયરનું રેશમપુરા, પૂણેનું બુધવાર પેઠ છે. અહીં આ બિઝનેસ મોટા પ્રમાણમાં ચાલે છે.
બંગાળની ચુકરી પ્રથા છે શરમજનક 

આપણા દેશના કેટલાક ભાગોમાં હજી વેશ્યાવૃત્તિને પ્રોત્સાહન આપતી પ્રથાઓ જોવા મળે છે. જેમ કે બંગાળની ચુકરી પ્રથા. જેમાં કોઈ વ્યક્તિ દેવુ ના ચૂકવી શકે તો એના પરિવારની સ્ત્રીઓને પોતાનો દેહ આપીને કિંમત ચૂકવવી પડે છે. જેમાં એક વર્ષ સુધી ગણિકા તરીકે મફત કામ કરવું પડે છે. આના વિરોધમાં 1976માં સરકારે કાયદો બનાવ્યો. જેનાથી અત્યારસુધીમાં લાખો લોકોનું દેવુ ચૂકવીને એમને મુક્ત કરવામાં આવ્યાં છે.