આ કારણે શિરડીમાં ફરીથી ‘પ્રગટ’ થયા સાંઈ બાબા

14 Jul, 2018

 શિરડીના સાંઈ બાબા મંદિરમાં 10 જુલાઈને મંગળવારે એવો ચમત્કાર થયો કે મોટા સંખ્યામાં દર્શન કરવા માટે ભક્તો ઉમટી પડ્યા. કેટલા ભક્તો મંદિરમાં પહોંચીને આ દ્રશ્ય જોઈને ધન્યતાની લાગણી અનુભવવા લાગ્યા. પરિણામે મંદિરના કપાટને રાત્રે પણ ખુલ્લા રાખવામાં આવ્યા.

હકીકતમાં શિરડીના દ્વારકા માઈ મંદિરમાં એક દિવાલ પર એક છબી પ્રગટ થઈ ગઈ. આ છબી એકદમ સાંઈ બાબાની છબી જેવી જ છે. શ્રદ્ઘાળુઓ માની રહ્યા છે કે ભક્તોને દર્શન આપવા માટે સાંઈ બાબા પ્રગટ થયા છે.


આ વાત ઝડપથી ફેલાઈ ગઈ અને મંદિરમાં બાબાના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં સાંઈ બાબાના શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે પહોંચી ગયા હતા. સ્થિતિને જોતા સુરક્ષા વ્યવસ્થા વધારી દેવાઈ. હકીકતમાં આ ઘટના પહેલીવાર નથી થઈ.


આ પહેલા 2012માં પણ દ્વારકા માઈ મંદિરમાં આવો ચમત્કાર થયો હતો. પરંતુ પછી સવાલ થાય છે કે શું ખરેખર બાબા ભક્તોને દર્શન આપવા માટે પ્રગટ થયા હતા કે માત્ર આ દ્રષ્ટિભ્રમ હતો. હાલમાં આ ઘટનાની તસવીરો અને વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. પરંતુ આ ચમત્કાર પાછળ વૈજ્ઞાનિક કારણ માની રહ્યા છે.

હકીકતમાં દ્વારકા માઈ મંદિરમાં પ્રકાશની એવી વ્યવસ્થા છે, જેનાથી ક્યારેક એવું લાગે છે કે દિવાલો પર સાંઈની છબી પ્રગટ થઈ છે. પરંતુ આ વાતને જાણનારા લોકો પણ તેને ચમત્કાર તરીકે જોઈ રહ્યા છે. તેમનું કહેવું છે કે રોજ લાઈટિંગના કારણે આવી છબી સામે આવે છે.