શિલ્પા શેટ્ટીએ ખુલ્લેઆમ ખોલી નાખ્યા સલમાન ખાનના શર્ટના બટન, પછી બોલી... આને બંધ જ...

26 Jul, 2018

 સલમાન ખાન પોતાના રીયાલીટી શો દસ કા દમમાં જયાં કંટેસ્ટેંટની સાથે ખુબ જ મસ્તી કરે છે ત્યાં તેને રૂપિયા જીતવાનો મોકો પણ આપે છે. શોના એક એપિસોડમાં સલમાન ખાનની નજીકની દોસ્ત શિલ્પા શેટ્ટી અને ફરાહ ખાન પહોંચયા હતા તેમણે ઘણી મસ્તી કરી. આ વિકેન્ડ આવનારા એપિસોડમાં અનિલ કપુર ફિલ્મ ફન્ને ખાંનું પ્રમોશન પણ કરશે.

પ્રોમો વીડિયોમાં સલમાન ખાન, શિલ્પા શેટ્ટી અને ફરાહ ખાનના સેટ પર બોલાવે છે અને તેનું સ્વાગત કરે છે. સલમાનથી ગળે લાગ્યા પછી શિલ્પા શેટ્ટી તેના શર્ટના બટન ખોલે છે. પછી તે કહે છે, આને બંધ જ રહેવા દો. શિલ્પા શેટ્ટીને આવું કરતા જોયા પછી ત્યાં હાજર બધા લોકો હસવા લાગે છે.
 

ત્યાં શિલ્પા શેટ્ટીની સાથે પહોંચેલી ફરાહ ખાન ફરિયાદ કરવા લાગે છે કે સલમાન ખાને તેને આ રીતે ગળે ન લગાવી જે રીતે શિલ્પા શેટ્ટીને લગાવી. ત્રણેયની મસ્તી અહી પુરી નથી થતી પરંતુ અસલી મજા તો ત્યારે શરૂ થાય છે જયારે સલમાન ખાન ફરાહ અને શિલ્પાને સવાલ પુછે છે.

સલમાન બંનેને સવાલ પુછે છે કે કેટલાક ટકા ભારતીય અંગ્રેજી બોલવાવાળાઓથી ઇમ્પ્રેસ થાય છે. જે પછી ફરાહ ખાને શિલ્પા શેટ્ટી તેની મસ્તી કરવા લાગે છે અને કહે છે સલમાન તો અંગ્રેજી બોલવાવાળી છોકરીઓથી ઘણો જલ્દી ઇમ્પ્રેસ થાય છે. હકીકતમાં બંનેનો ઇશારો કેટરીના કૈફ બાજુ હતો.

શિલ્પા શેટ્ટી આગળ કહે છે કે જે છોકરી ઘણી જ સ્ટાઇલની સાથે અંગ્રેજી બોલે છે, સલમાન તેના તરત જ ઇમ્પ્રેસ થઇ જાય છે. ફરાહ ખાન જયારે કેટરીનાનું નામ લે છે તો સલમાન ખાન કહે છે કે કેટરીના કૈફ તેની સાથે હિંદીમા વાત કરે છે તેને હિંદી શીખી લીધી છે.