શેવિંગ બાદ આ 10 વસ્તુઓ લગાવવાથી પુરૂષોની સ્કિન સ્મૂધ, ફ્રેશ અને ગ્લોઈંગ બનશે

29 Jun, 2018

 તમે રેગ્યુલર શેવિંગ કરો છો તો ક્લોસ શેવ કર્યા બાદ સ્કિન પર ઈરિટેશન, બળતરા, કટ અને છોલાય જવું અથવા ડ્રાયનેસની પ્રોબ્લેમ મોટાભાગે થતી જ હશે. જેના માટે બજારમાં મળતાં આલ્કોહોલયુક્ત આફ્ટર શેવ લોશન લોન્ગ ટર્મમાં પુરૂષોની સ્કિનને નુકસાન પહોંચાડે છે. જેથી જો પુરૂષો શેવિંગ કર્યા બાદ કેટલીક નેચરલ વસ્તુઓ લગાવે તો તેમનો ચહેરો ગોરો અને સ્કિન સ્મૂધ, ફ્રેશ અને ગ્લોઈંગ બની શકે છે અને આફ્ટરશેવના સાઈડ ઈફેક્ટ્સ જેમ કે બળતરા, ડાર્ક સ્કિન, કટ્સ, રેડ પેચિશથી પણ બચી શકાય છે.


ઠંડુ દૂધ
શેવિંગ કર્યા બાદ ચહેરા પર કોટનથી ઠંડુ દૂધ લગાવો અને થોડીવાર બાદ ફેસ વોશ કરી લો. આમાં રહેલું લેક્ટિક એસિડ નેચરલ મોઈશ્ચરાઈઝરનું કામ કરે છે. તે સ્કિનમાં થતી બળતરા દૂર કરે છે.
 
 
હળદરનું પાણી
હળદર એક શ્રેષ્ઠ એન્ટીસેપ્ટિક છે. આ શેવિંગ બાદ થતાં કટમાં થતી બળતરા દૂર કરે છે અને સ્કિનને ગ્લોઈંગ બનાવે છે. 1 કપ પાણીમાં અડધી ચમચી હળદર પાઉડર મિક્સ કરીને કોટનની મદદથી ફેસ પર લગાવો.
 
બ્લેક ટી
આમાં રહેલું ટેનિક એસિડ સ્કિનમાં થતી બળતરા અને રેડનેસની પ્રોબ્લેમથી બચાવે છે.
બ્લેક ટીને ઠંડી કરીને કોટનની મદદથી ફેસ પર લગાવો અથવા ફ્રિઝમાં રાખેલી ટી-બેગને ચહેરા પર હળવેથી લગાવો.
 
 
મધ
મધ એન્ટીસેપ્ટિક અને એન્ટીબાયોટિકની જેમ કામ કરે છે. આ સ્કિનને સ્મૂધ અને શાઈની બનાવે છે. ચહેરા પર હળવા હાથે મધથી મસાજ કરો. થોડીવાર બાદ નવશેકા પાણીથી ધોઈ લો.
 
 
બેકિંગ સોડા
આમાં એન્ટીઈન્ફ્લામેટરી પ્રોપર્ટી હોય છે. આ બળતરા અને રેડનેસની પ્રોબ્લેમ દૂર કરી સ્કિન સ્મૂધ બનાવે છે. 1 કપ પાણીમાં 1 ચમચી બેકિંગ સોડા મિક્સ કરી કોટનથી ચહેરા પર લગાવો.
 
 
પપૈયું
આમાં રહેલું પપાઈન નામનું એન્ઝાઈમ સ્કિન રેશિઝ અને બળતરાને દૂર કરે છે. ડેડ સેલ્સ હટાવી સ્કિનને ગ્લોઈંગ બનાવે છે. પપૈયાની પેસ્ટને હળવા હાથે ચહેરા પર લગાવી 10 મિનિટ બાદ પાણીથી ધોઈ લો.
 
 
કેળા
કેળામાં રહેલાં મિનરલ્સ સ્કિનને સોફ્ટ અને સ્મૂધ બનાવે છે. શેવિંગ બાદ થતી ડ્રાયનેસને દૂર કરે છે. કેળાની પેસ્ટને ચહેરા પર લગાવી મસાજ કરો. 10 મિનિટ બાદ નવશેકા પાણીથી ધોઈ લો.
 
 
એપ્પલ સાઈડર વિનેગર
 
આની એન્ટીઈન્ફ્લામેટરી પ્રોપર્ટી રેઝર બર્ન અને ખુજલીથી રાહત આપે છે અને સ્કિન ઈન્ફેક્શનથી બચાવે છે. 1 વાટકી પાણીમાં 1 ચમચી એપ્પલ વિનેગર મિક્સ કરી ચહેરા પર લગાવો. 10 મિનિટ બાદ ધોઈ લો.
 
 
કાકડી
આમાં રહેલું વિટામિન સી અને કે બળતરા દૂર કરે છે અને સ્કિનને હાઈડ્રેટ કરીને સોફ્ટ અને સ્મૂધ બનાવે છે. ફ્રિઝમાં ઠંડી કરેલી કાકડીની સ્લાઈઝને હળવા હાથે ચહેરા પર ઘસો અથવા તેની પેસ્ટ ચહેરા પર લગાવો.
 
કાચું બટાકું
બટાકાના રસમાં ફોસ્ફરસ, પોટેશિયમ જેવા મિનરલ્સ હોય છે. જે સ્કિનમાં થતાં રેશિઝ અને રેઝર બર્નથી રાહત આપે છે. કાચાં બટાકાના રસને ચહેરા પર લગાવો અથવા તેની સ્લાઈઝને ચહેરા પર ઘસો.