શાહરુખે કેમ કર્યા ઉતાવળે લગ્ન, કિંગ ખાને પોતે જાણાવ્યું કારણ

16 Jul, 2018

 બોલીવુડના કિંગ ખાન શાહરુખ ખાનને આ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં કામ કરતા હાલમાં જ ૨૬ વર્ષ પુરા થયા. નાના પડદાથી પોતાની એકટીંગ કેરીયરની શરૂઆત કરનાર શાહરુખે બોલીવુડમાં ૧૯૯૨માં ફિલ્મ દિવાનાથી એન્ટ્રી લીધી હતી. ત્યારપછી શાહરુખે પાછળ વળીને જોયું નથી. આજે તે સિલ્વર સ્કીનનો બાદશાહ અને રોમાન્સનો કિંગ કહેવાય છે.

દેશ-દુનિયાભરમાં તેના ચાહવાવાળાની સંખ્યા કરોડોમાં છે. શાહરુખે સોશ્યલ મીડિયા એકાઉન્ટસ પર તેની ફેન ફોલોઇંગ જબરદસ્ત છે. તે પોતાના ફેન્સને સોશ્યલ મીડિયા પ્લેટફોર્મના દ્વારા જોડાયેલો પણ રહે છે.

બોલીવુડ કિંગ શાહરુખ ખાને આ દિવસો ફિલ્મ ઝીરોની શુટીંગમાં વ્યસ્ત છે. પોતાના વ્યસ્ત શેડયુલની વચ્ચે શાહરુખ ફેન્સની સાથે વાત કરવાનો સમય કાઢી લે છે. શાહરુખ ટવીટર પર હંમેશા પોતાના ફેન્સને સવાલોના જવાબ આપે છે.

આ વખતે પણ ઇન્સ્ટાગ્રામ પર શાહરુખ હૈશ ટેગ આસ્ક એસઆરકે સેશનમાં પોતાના ફેન્સથી રૂબરૂ થયો.

પહેલા તો યુઝર્સ તો વિશ્ર્વાસ ન થયો કે કિંગ ખાન પોતે તેના સવાલોના જવાબ આપી રહયા છે. ત્યાં કેટલાક એવા પણ રહયા જેને ખુશીનું ઠેકાણું ન રહયું. જયારે ફેન્સને વિશ્ર્વાસ થઇ ગયો કે સાચે જ પોતે શાહરુખ જ તેની જવાબ આપી રહયો છે કો સવાલોનો વરસાદ થઇ ગયો.

શાહુરખે પોતાના ફેન્સના ઘણા સવાલોના જવાબ આપ્યા. શાહરુખે પોતાની જિંદગી, ગૌરી ખાન, અબરામથી જોડાયેલા ઘા સવાલો પર ખુલીને વાત કરી.

આ દરમ્યાન શાહરુખ હંમેશાની જમ મજાકના અંદાજમાં જવાબ આપતો હતો. તેના સવાલોના જવાબ દેતા તેને એવી વાતો પણ જણાવી કે જેના વિશે કદાચ જ કોઇ જાણતું હશે.

આ જ ફેન્સમાંથી એક વ્યકિતએ શાહરુખને પુછયું, સર, તમે આટલી જલ્દી લગ્ન કેમ કરી લીધા ?

તેનો શાહરુખે પ્રેમભર્યા અંદાજમાં જવાબ આપ્યો. શાહરુખે લખ્યું ભાઇ પ્રેમ અને લક ગમે ત્યારે આવી જાય છે. મારી જિંદગીમાં બંને જ ગૌરીની સાથે આવ્યા.