સેલ્ફીના શોખીન છો? આ ટિપ્સ અપનાવશો તો પર્ફેક્ટ આવશે સેલ્ફી

23 Jun, 2018

 સેલ્ફી લેવાનો ક્રેઝ દિવસેને દિવસે વધતો જાય છે. મિત્રો સાથે હોય, ફેમિલી સાથે હોય, કોઈ નવી જગ્યાએ ગયા હોય, કોઈ વસ્તુ ખાતા હોય, લોકો સેલ્ફી લેવાનું ભૂલતા નથી. 

 
એક સારી સેલ્ફી લેવા માટે સૌથી જરુરી વસ્તુ છે લાઈટ. બેકગ્રાઉન્ડની લાઈટ વધારે બ્રાઈટ પણ ન હોવી જોઈએ અને વધારે પડતી લૉ પણ નહીં. લાઈટ તમારા ચહેરા પર આવવી જોઈએ. 
 
સેલ્ફી લો ત્યારે એંગલનું ખાસ ધ્યાન રાખો. લોકોની ફરિયાદ હોય છે કે સેલ્ફીમાં તેમનો ચહેરો અજીબ લાગે છે, પરંતુ જો તમે એંગલનું ધ્યાન રાખશો તો સેલ્ફી સારી જ આવશે. 
 
કેમેરાની ક્વૉલિટી પણ અગત્યનો ભાગ ભજવે છે. જો તમે સેલ્ફીના શોખીન હોવ તો ફોન ખરીદતી વખતે ફ્રંટ કેમેરા સારો હોય તેવો જ ફોન ખરીદો. 
 
સેલ્ફી સોશિયલ મીડિયા પર શેર કરતા પહેલા તેને થોડી ટ્રીટ કરો. એટલે કે ફોનમાં આવતા ઈનબિલ્ડ ફોટો ટ્રીટમેન્ટ ફીચરનો ઉપયોગ કરીને કલર, કોન્ટ્રાસ્ટ વગેરે સેટ કરો. 
 
ઘણાં લોકો સેલ્ફી ટ્રીટ કરતી વખતે કોન્ટ્રાસ્ટ વધારી દેતા હોય છે. આમ કરવાથી ફોટો મોબાઈલમાં તો વ્યવસ્થિત દેખાશે, પરંતુ કમ્પ્યુટર અને લેપટોપમાં મોટી સાઈઝમાં સારો નહીં દેખાય અને પિક્સલ્સ તૂટતા દેખાશે.
 

Loading...

Loading...