આ યુવકે ૧૩ હજારની લિમિટના એસબીઆઇ કાર્ડથી લગાવ્યો ૯ કરોડનો ચુનો, મગજ જોઇને હલી ગયા બેંકવાળા

14 Mar, 2018

 ભારતીય સ્ટેટ બેંકના એક ટ્રાવેલ કાર્ડથી ૯ કરોડ રૂપિયાની ધોખાબાજી કરવાનો મામલો સામે આવ્યો છે. જે કાર્ડથી ધોખાબાજી કરી છે તેની અધિકતમ ખર્ચની મર્યાદા ૧૩ હજાર રૂપિયા હતી, પરંતુ એક શખ્સે ઘણી ચાલાકીથી તેમા ૧.૪૧ મિલિયન ડોલર (૯.૧ કરોડ રૂપિયા)ની ધોખાબાજી કરી છે. જાણવામાં આવ્યું છે કે આ ફ્રોડ મુંબઇમાં રહેવાવાળા એક શખ્સે કર્યું છે.

ભારતીય સ્ટેટ બેંકે જે ટ્ર્રૈવલ કાર્ડ લોન્ચ કર્યું હતું તેના પર માત્ર ૨૦૦ ડોલર (લગભગ ૧૩૦૦૦ રૂપિયા)ની લિમિટ હતી. પરંતુ આ શખ્સે એક બ્રિટિશ ઇ-કોમર્સ કંપની પાસેથી ખરીદી કરવા સમયે ૯.૧ કરોડ રૂપિયાનો ચુનો બેંકને લગાડી દીધો.

આ મામલામાં સીબીઆઇએ કેસ નોંધ્યો છે. એસબીઆઇ તરફથી કેસ કરવામાં આવેલ આ મામલામાં એક એનઆરઆઇ પર ઘોખાબાજીનો આરોપ લગાવ્યો છયે. આ મામલો સૌથી પહેલા યલાંચિલિ સોફટવેર એકસપોર્ટસ લિમિટેડની તરફથી સામે આવ્યો હતો. કંપનીએ પછી ૨૮ ફ્રેબુઆરી ૨૦૧૭ના બેંકને જણાવ્યું હતું.

બેંકે કેસમાં ફરિયાદમાં કંપનીના સીઇઓએ જણાવ્યું હતું કે તેના પ્રીપેડ કાર્ડને ૩૭૪ વખત ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ દરમ્યાન તેના કાર્ડથી ૯.૧ કરોડ રૂપિયાની ગડબડી કરવામાં આવી છે. ફરિયાદ મુજબ આ ગડબડી ૮ નવેમ્બર ૨૦૧૬ થી ૭ ફ્રેબુઆરી ૨૦૧૭ની વચ્ચે થઇ હતી.

જાણવામાં આવ્યું છે કે આ કાર્ડ સંદીપકુમાર રઘુના નામથી જારી કરવામાં આવ્યું હતુ, પરંતુ શરૂઆતી ૨૦૦ ડોલરનું બેલેન્સ મળ્યા પછી આ કાર્ડને કયારેય રિચાર્જ નથી કરવામાં આવ્યું.