એસબીઆઇએ પોતાના ગ્રાહકોના એકાઉન્ટમાંથી જણાવ્યા વિના કાપી લીધા આટલા રૂપિયા, તરત જ ચેક કરો તમારું એકાઉન્ટ

05 Mar, 2018

 ભારતીય સ્ટેટ બેંકના કેટલાક ગ્રાહકોને ગયા અઠવાડિયે એક એસએમએસ આવ્યો. આમાં બતાવામાં આવ્યું કે તેના ખાતામાંથી ૧૪૭.૫૦ રૂપિયા કપાઇ ગયા છે. આ એસએમએસ આવ્યા પછી લોકોને સમજમાં ન આવ્યું કે શા માટે આ રૂપિયા કાપવામાં આવ્યા છે.

હકીકતમાં જે મેસેજ આવ્યો છે, તેમાં રૂપિયા શેના કાપવામાં આવ્યા છે, તે વિશે લખ્યું નથી. પરંતુ જયારે તમે તમારું સ્ટેટમેન્ટ જોશો તો તમને ખબર પડશે કે કેમ કાપવામાં આવ્યા છે.
છેલ્લા દિવસોમાં સોશ્યલ મીડિયાથી લઇને ઘણા ઓનલાઇન ફોરમ પર લોકોએ પોતાની ફરિયાદ નોંધાવી હતી. આમાં તેમણે કહયું કે શા માટે તેના રૂપિયા કાપવામાં આવ્યા છે. લોકોએ ટિટવર પર એસબીઆઇને ટેગ કરીને આ વિશે જાણવા માંગ્યું.
અમે તમને જણાવીએ છીએ કે શા માટે તમારા ખાતામાં ૧૪૭.૫૦ રૂપિયા કાપવામાં આવ્યા છે અને બેંકે કઇ સુવિધા માટે આ ચાર્જ કાપ્યું છે.
ભારતીય સ્ટેટ બેંકની તરફથી આ પૈસા ડેબિટ કાર્ડ એન્યુઅલ ચાર્જ અને એસએમએસ એલર્ટ ચાર્જ માટે થઇને વસુલ્યા છે. આ બંને ચાર્જમાં જીએસટી મેળવ્યા પછી કુલ ૧૪૭.૫૦ રૂપિયા થઇ જાય છે.