ગુજરાત ભાજપ નેતાની દીકરી અને દેશની સૌથી ખુબસુરત જીમ ટ્રેનરનો આ રાજ તમે હજુ સુધી નહી જાણતા હોવ

15 Nov, 2018

 ગુજરાત ભાજપ નેતા અને રાજયના પૂર્વ મંત્રી જયનારાયણ વ્યાસની દીકરી સપના વ્યાસ પટેલ ફરી એકવાર ઇન્ટરનેટ પર છવાઇ ગઇ છે. આજે સપના ઇન્સ્ટાગ્રામથી લઇને યુટયુબ પર ઘણી ફેમસ ફિટનેસ ટ્રેનરના રૂપમાં પણ પ્રખ્યાત છે. તેના ઇન્સ્ટાગ્રામ પર ૧૪ લાખથી વધારે ફોલોઅર છે.

સપનાનો જન્મ ૧૦ નવેમ્બર ૧૯૮૯માં અમદાવાદમાં થયો હતો. ૨૭ વર્ષની સપના પરિણીત છે પરંતુ તે પોતાના પતિને લાઇમલાઇટથી દુર રાખે છે. ૧૯ વર્ષની ઉંમરમાં સપનાનું વજન લગભગ ૮૦ કિલોથી વધારે હતું. જેના કારણે લોકો તેને મોટી કહીને ચીડવતા હતા. અમદાવાદમાં રહેવાવાળી સપના ફિટનેશ ટ્રેનર છે. એક વર્ષમાં ૩૦ કિલો વજન ઓછું કરીને રેકોર્ડ કાયમ કર્યો હતો.

સપનાએ એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે જયારે તે ૧૯ વર્ષની ઉંમરમાં તેના ત્રણ વર્ષની ભત્રીજીની સાથે રમી રહી હતી તો કોઇએ તેને કહયું કે તમારી દીકરી ઘણી કયુટ છે. બસ આ વાત તેને ચુભી ગઇ. કયારેક સપનાની કમર ૩૬ ઇંચ હતી પરંતુ તેમણે મહેનત કરીને પોતાનો વજન લગભગ ૫૦ કિલો અને કમરની સાઇઝ ૨૪ ઇંચ કરી લીધી..

સપના અનુસાર દિવસમાં બે કલાક અને પ્રોપર ડાયટ અને વર્કઆઉટ પ્લાનથી કોઇ પણ પોતાના બોડીના શેપમાં લઇ જઇ શકે છે. સપનાનું કહેવું છે કે તે સોશ્યલ મીડિયાના સહારે લોકોની બોડી ફીટ અને હેલ્થ માટે અવેયર કરવા ઇચ્છે છે આ માટે બોડી ફીટ રાખવા માટે ટીપ્સ આપે છે.